કલ્યાણપુર તાલુકાના માડી ગામના વાડી વિસ્તારમાં રહેતા આસપારભાઈ પુનાભાઈ જામ નામના 32 વર્ષના ગઢવી યુવાને સલાયા ગામે રહેતા અનિલભાઈ ભીમજીભાઈ અસવાર નામના યુવાન પાસેથી સલાયામાં આવેલા ચોક્કસ રેવન્યુ સર્વેના નંબરના પ્લોટ નંબર 44 તથા 45 વાળા અનુક્રમે 2399 અને 2320 ચોરસ ફૂટ વાળી જગ્યા સરકારી જંત્રીની રકમ મુજબ વેચાણ દસ્તાવેજથી તારીખ 14-07-2015 ના રોજ લીધા હતા.
પરંતુ આરોપી અનિલ અસવારએ અન્ય આસામીને ઉપરોક્ત પ્લોટના વર્ષ 2019 તથા 2020 ના સમયગાળા દરમિયાન વેચાણ દસ્તાવેજ કરી અને ફરિયાદી આસપારભાઈ જામ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધ્યો છે.