View this post on Instagram
ગુજરાતના ગીર સોમનાથમાં અવાર-નવાર સાવજો લટાર મારતા જોવા મળી જતાં હોય છે. તો કયારેક ખેતરોમાં રખેવાળી કરતા હોય તેમ ધોળા દિવસે સિંહણો અને બચ્ચા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં જ ગીર સોમનાથના ઉનાના પાતાપુર ગામે ફાર્મહાઉસમાં આવેલા ચાર મિત્રો હિંચકા પર જુલા જુલી રહીને વાતો કરતા હતાં ત્યારે અચાનક જ ફાર્મ હાઉસમાં સિંહણ આવી પહોંચી હતી. સિંહણની અચાનક એન્ટ્રી થતા જ ચારેય મિત્રો સફાળા બેઠા થઈને સતર્ક થઈ જતા આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. તો સિંહણ કેવા ઠાઠ સાથે ફાર્મ હાઉસમાં લટાર મારી રહી છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.