સમાજ સેવક મહાવીર દળ – જામનગર સંચાલિત આદર્શ સ્મશાન (સોનાપુરી – જામનગર)માં દાતા જોબનપુત્રા પરિવારના ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય્) તરફથી માતુશ્રી સ્વ. બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રાના સ્મરણાર્થે ગેસ આધારિત ફરનેશ માટેનું સંપૂર્ણ દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દાતા પરિવાર દ્વારા આ ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી પ્રવિણાબેન વાઘેલાના બ્રહ્મા પદે કરવામાં આવ્યો હતો.
આ તકે દાતા પરિવારના મનુભાઈ જોબનપુત્રા, ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય), હર્ષદભાઈ જોબનપુત્રા, અશોકભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ જોબનપુત્રા ઉપરાંત 79 ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, ધીરુભાઈ કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોપોરેટર રાજુભાઈ પરમાર, સુભાષભાઈ જોશી, પૂર્વ કોર્પોરેટર હકાભાઈ ઝાલા, સામતભાઇ પરમાર, શશીકાન્તભાઈ મશરૂ, FMCG એસોસિએશનના પ્રમુખ વ્યોમેશ લાલ, નીરજભાઈ દત્તાણી, નીતિનભાઈ માડમ તથા વિશ્ર્વકર્મા સમાજ સંઘ જામનગરના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ અમેથિયા, પ્રદેશ મંત્રી ગુજરાત યુવા ભાજપ કુલદીપસિંહ જાડેજા, જીતુભાઇ ચોવટીયા, પાર્થ સુખપરીયા, આર્કીટેક અંકિત દત્તાણી, રાજીભાઈ અગ્રાવત, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ રામજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક મહાવીર દળ – જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી દર્શનભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વિશ્વાસભાઈ ઠક્કર, સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ કલ્પેશભાઈ મહેતા, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


