Tuesday, October 6, 2026
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી 11 પશુઓને ખીચોખીચ ભરેલુ આઇસર ઝડપાયું - VIDEO

જામનગર નજીકથી 11 પશુઓને ખીચોખીચ ભરેલુ આઇસર ઝડપાયું – VIDEO

જામનગર, તા. 6: જામનગર-કાલાવડ હાઈવે પર બાવડી પેટ્રોલ પંપ સામે સિટી એ-ડિવિઝન પોલીસે એક આઈસર વાહન અટકાવી તેમાં ખીચોખીચ ભરવામાં આવેલા આઠ પુખ્ત વયના ભેંસો તથા ત્રણ નાના પાડરડાને મુક્ત કરાવી બે શખ્સો સામે પશુ ક્રૂરતા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટના અંગે સિટી એ-ડિવિઝન પોલીસ મથકે તા. 5 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

પોલીસ ફરિયાદ મુજબ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી એક આઈસર વાહનમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે કાલાવડ તરફથી આવતા રોડ પર વોચ ગોઠવી સાંજે આશરે 6.00 વાગ્યે જી.જે. -5 બી.એક્સ 8662 નંબરનું આઈસર વાહન અટકાવવામાં આવ્યું હતું.

વાહનની પાછળ તપાસ કરતાં તેમાં 8 પુખ્ત વયની ભેંસો અને 3 નાના પાડરડા ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ પશુઓને એકબીજા સાથે દોરીથી બાંધવામાં આવ્યા હતા તેમજ તેમને હલનચલન માટે પૂરતી જગ્યા રાખવામાં આવી ન હતી. ઉપરાંત ઘાસચારો તથા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પશુઓને સુરક્ષિત રીતે વાહનમાંથી ઉતારી પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ મામલે પોલીસે રાજેશ પરબતભાઈ ડાંગર (ઉ.વ.59), રહે. મોઢપર, તા. લાલપુર તથા પરબતભાઈ હેસુરભાઈ ભોયિયા (ઉ.વ.53), તા. કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આશરે રૂ.8 લાખની કિંમતનું આઈસર વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisement -

પોલીસે બંને સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી છે. આ કેસની વધુ તપાસ સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular