જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા પોલીસ હેડક્વાર્ટર્સના ડીવાયએસપી વી.કે. પંડ્યા, શહેર ડીવાયએસપી જે.એન.ઝાલાની સૂચના મુજબ પોલીસ વિભાગની સીસીટીવી સર્વેલન્સ ટીમ (નેત્રમ્) તથા ટ્રાફિક શાખાને કાળા કાચવાળા વાહનો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગરના વિવિધ ધોરીમાર્ગ પર અલગ અલગ વાહનો પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સમાં ધ્યાને આવ્યું હતું. કારનો નંબર જીજે10 ડીઆર 2141 હોવાનું ઓળખાયા બાદ પોલીસની વિવિધ એપ્લિકેશન અને સર્વેલન્સની મદદથી કારના ચાલક તથા માલિકની વિગતો મેળવી તેમને બોલાવી કારના કાચ પર લગાવેલી કાળી ફિલ્મ તાત્કાલિક દૂર કરાવી હતી તેમજ વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ્) ટીમના પીએસઆઈ બી. બી. સિંગલ, તેમની ટીમ દ્વારા ટ્રાફિક શાખા પો.ઇન્સ. એસ. વી. ચૌધરી, ટ્રાફિક શાખા સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરીને જામનગર શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ડાર્ક ફિલ્મ અથવા કાળા કાચ લગાવીને ફરતા વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનોની ઓળખ કરી સ્થળ પર અથવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
View this post on Instagram


