Tuesday, October 6, 2026
Homeરાજ્યજામનગરવેસ્ટ ટુ એનર્જી મામલો પહોંચ્યો રાજ્યપાલ સમક્ષ

વેસ્ટ ટુ એનર્જી મામલો પહોંચ્યો રાજ્યપાલ સમક્ષ

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા તાકીદના હસ્તક્ષેપની માંગણી સાથે અરજી કરવામાં આવી

જામનગરમાં ગુડવોટસ વેસ્ટ ટુ એનર્જી દ્વારા ઘન કચરાથી વિજ ઉત્પાદન પ્લાન્ટમાં કરાર ભંગ પ્રદુષણ, દુર્ગંધ અને સત્તા અધિકારીની બેદરકારી અંગે હસ્તક્ષેપ કરવાની માંગણી સાથે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતિનભાઇ માડમ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે જામનગર શહેરમાં કાર્યરત બેલેબીન કલીન એનર્જી લીમીટેડનો પ્લાન્ટ એક તો ગીચ વસ્તીથી નજીક છે તેમજ વારંવાર ચાલુ થાય અને બંધ થાય છે માટે શહેરમાં ઘનકચરા બાબતે વરવી પરિસ્થિતી ઉભી કરે છે તે ઉપરાંતનો સોલિડ વેસ્ટથી વીજ ઉત્પાદન પ્લાન્ટ છેલ્લા ઘણા સમયથી સરકાર સાથે થયેલા કરારની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. કંપની દ્વારા હવે જાહેર કરી એવો દાવો કરવામાં આવે છે કે સરકાર નકકી કરેલ દરે વીજ વેચાણ પોસાતુ નથી અને તે બહાને કરારભંગ જેવી પસ્થિતિ ઉભી કરવામાં આવી છે. પ્લાન્ટ ખાતે જરૂરી ડિઓડરાઇઝેશન પ્રોસેસ, પર્યાવરણ સુરક્ષા ઉપાયો, ગેસ નિયંત્રણ, લીચેટ ટ્રીટમેન્ટ વગેરે યોગ્ય રીતે અમલમાં મુકતા નથી. પરિણામે આજુબાજુના અંદાજે હજારોથી વધુ નાગરીકોને અસહ્ય દુર્ગંધ હાનિકારક વાયુઓ અને ગંભીર આરોગ્ય જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગુજરાત પ્રદુષણ એન્ડ કંટ્રોલ બોર્ડ અને જામ્યુકો દ્વારા માત્ર નોટીસો પાઠવવામાં આવે છે. પરંતુ કોઇ કડક અને કાનુની કાર્યવાહી કરવામાં આવતી નથી કંપનીએ અને તેની સહયોગી કંપનીઓનું આ પ્રકારનું બેજવાબદાર વર્તન જામનગર પુરતુ મર્યાદીત ન હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે. આથી આ અંગે કાર્યવાહી કરવા તેમજ સમગ્ર બાબતની આર્થિક ગેરરિતી અંગે પણ તપાસ કરાવવા તથા ઉચ્ચસ્તરીય ટેકનીકલ તપાસ સમિતિની રચના કરવા અને પ્લાન્ટની પર્યાવરણ અનુમતીઓની વૈદ્યાનીક સમિક્ષા કરાવી જરૂરી સસ્પેન્સન સહિતની કાર્યવાહી કરવા ફરજ પાડવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular