Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઆગામી પાંચ વર્ષ પાબારી હોલનું સંચાલન દાતા પરિવાર કરશે

આગામી પાંચ વર્ષ પાબારી હોલનું સંચાલન દાતા પરિવાર કરશે

જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં દોઢ કરોડના વિકાસ કામોને મંજૂરી

- Advertisement -

જામનગરમાં પ્રાર્થનાસભાઓ માટેના પાબારી હોલનું સંચાલન આગામી પાંચ વર્ષ માટે હોલના દાતા પરિવારને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત જામ્યુકોની 10 ડિઝલ આધારિત સીટી બસ હાલના કોન્ટ્રાકટરને જ ચલાવવા માટે વધુ એક વર્ષની મુદ્ત આપવામાં આવી છે. જ્યારે જામ્યુકોની રિબેટ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 1.55 કરોડના જુદા જુદા મેયન્ટેન્સ અને વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં તળાવની પાળે આવેલા પાબારી હોલનું સંચાલન પાંચ વર્ષ માટે તેના દાતા પરિવારને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ચાલતી 10 ડિઝલ આધારીત સીટી બસનું સંચાલન હાલના જ કોન્ટ્રાકટરને વધુ એક વર્ષ માટે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામ્યુકોએ જાહેર કરેલી રિબેટ યોજનાને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ અમલવારી માટે બહાલી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ડે.મેયર તપન પરમાર, કમિશનર ખરાડી, ડે.કમિશનર વસ્તાણી તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular