Tuesday, September 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત યુથ ટીમ ડિબેટ કોમ્પિટીશન યોજાઈ

જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત યુથ ટીમ ડિબેટ કોમ્પિટીશન યોજાઈ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત આરાધના ભવન (શ્રાવક)માં ચાલુ વર્ષે ચાતુર્માસમાં બિરાજમાન આચાર્યસમ ચંદ્રશેખરવિજયજી મ.સા.ના સમુદાયવર્તી મુનિ પદ્મવિજયજી મ.સા. તથા આજીવન આયંબિલના ભેખધારી આચાર્ય ભગવંત હેમવલ્લભવિજયજી મ.સા.ના શિષ્યરત્ન મુનિ દેવર્ષિવલ્લભવિજયજી મ.સા. દ્વારા પટેલ કોલોની સંઘમાં પ્રથમ વખત યુવાનોને તૈયાર કરી યુથ ટીમ ડિબેટ કોમ્પિટીશન જામનગરના ઈતિહાસમાં આવી ડિબેટ પ્રથમ વખત યોજાઈ હતી. આરાધના ભવન ઉપાશ્રયનો હોલ ભાઈઓ, બહેનો તથા બાળકોથી ખચો-ખચ ભરાઈ ગયો હતો.

- Advertisement -

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય આવેલ છે. આ પેઢી સંચાલિત આરાધના ભવનમાં ગત તા. 30-8-ર0ર6ના સુધી મુનિ દેવર્ષિવલ્લભવિજયજી મ.સા. દ્વારા યુવાઓને તૈયાર કરી યુથ ટીમ ડિબેટ કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. જે ડિબેટમાં પાંચ ટોપીક જેમાં ઈન્ડિયા વિરુધ્ધ એબ્રોડ, જાઈન્ટ ફેમિલી વિરુઘ્ધ ડિવાઈડેડ ફેમિલી, જાબ વિરુઘ્ધ બિઝનેસ, ઝેન-જી વિરુઘ્ધ મિલેનિયલ અને સ્ટડી વિરુઘ્ધ એક્સ્ટ્રા ક્લચરલ એક્ટિવીટી હતાં.

આ કોમ્પિટીશનમાં સંઘના યુવાનો-યુવતિઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ જાબ વિરુઘ્ધ બિઝનેસની ડિબેટ યોજાઈ હતી. જેમાં યુવાનોએ સામ-સામા નોકરી અને ધંધાના ફાયદા પોતાની આગવી છટામાં રજૂ કર્યા હતાં. ઝેન-જી વિરુઘ્ધ મિલેનિયમમાં યુવતિઓ તથા બહેનોએ સામ-સામે સવાલ-જવાબ કર્યા હતાં. યુવતિ (ઝેન-જી)એ હાલની ટેકનોલોજીના જમાનામાં કોઈથી દબાઈને નહીં રહેવાનું જણાવ્યું હતું. સામે બહેનોએ સહનશિલતા, ધાર્મિક, ભારતીય સંસ્કૃત્તિની મર્યાદામાં રહેવાનું કહ્યું હતું.

- Advertisement -

ઈન્ડિયા વિરુધ્ધ એબ્રોડ (વિદેશ)ની ટીમમાં સામ-સામે કાઉન્ટર કર્યા હતાં. જેમાં એબ્રોડની ટીમે કહ્યું કે, વિદેશમાં ભણતર, નોકરીની તકો વધારે છે તથા સ્વચ્છતા પણ છે. જ્યારે ભારતમાં આ ખામી છે. જેના કાઉન્ટરમાં ઈન્ડિયાની ટીમે એક ગીતની પંક્તિથી શરુઆત કરી હતી કે, જબ ઝિરો દિયા મેરે ભારતને, ભારતને મેરે ભારતને, દુનિયા કો તબ ગિનતી આઈ, તારો કી ભાષા ભારતને દુનિયાકો પહેલે દિખાઈ, દેતા ન દશમલો ભારત તો ચાંદ પે જાના મુશ્કીલ થા, ધરતી ઔર ચાંદકી દૂરીકા અંદાજ લગાના મુશ્કીલ થા… આ પંક્તિ બોલી યુવાને કહ્યું કે, આ પંક્તિમાં ભારત શું? છે તે બધુ આવી જાય છે, ભારત ના હોત તો દુનિયા પણ ના હોત! આ રીતે આગવી છટામાં કાઉન્ટર કરી ઉપાશ્રય હોલમાં ઉપસ્થિત સૌ કોઈએ તાલીઓથી વધાવી લીધા હતાં. ત્યારબાદ સ્ટડી વિરુધ્ધ એકસ્ટ્ર કલ્ચર એક્ટિવીટીની યુવતિઓ તથા બહેનોએ પોત-પોતાનો મત રાખી સામ-સામે કાઉન્ટર કર્યા હતાં. અંતમાં જાઈન્ટ ફેમિલી વિરુઘ્ધ ડિવાઈડેડ ફેમિલીના યુવાનોએ પણ જારદાર ટક્કર આપી હતી.

અંતમાં મહારાજએ ભાગ લેનાર સૌને બિરદાવ્યા હતાં તથા ભાગ લેનારોને તેની ખામીઓ પણ જણાવી સુધારવાની શીખ આપી હતી. ડિબેટના અંતે જજ તરીકે પધારેલા સૌ મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કરી ભાગ લેનારનો ઉત્સાહ વધાર્યો હતો. આ રીતે ધર્મની સાથે-સાથે ચાલુકાળમાં આજના યુવાનો-યુવતિઓ, ભાઈઓ-બહેનોએ કઈ રીતે સમાજમાં રહેવુ? કઈ રીતે સગા-સંબંધીઓ સાથે વ્યવહાર કરવો? તેની શીખ આપી હતી.

- Advertisement -

આ ડિબેટમાં મુખ્ય મહેમાન તરીકે બીનાબેન કોઠારી (જામનગર ભાજપ શહેર પ્રમુખ), ભરતભાઈ પટેલ (બિલ્ડર), સીએ વી.પી. મહેતા હતાં તથા ડિબેટના જજ તરીકે ડો. ભરતેશભાઈ શાહ (પીએચડી), પરેશભાઈ પારેખ (એન્જિનિયર) તથા ડો. રાજેશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular