જામનગરના લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં બેટરીના અજવાળે તીનપતીનો જુગાર રમાતા સ્થળે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન જેસા દેવાત વરૂ, વેજાણંદ વીરા આંબલિયા, સાજણ રણમલ કનારા, સંદીપ બાબુ તરાવિયા, ભીખુ આલા ગોજિયા, હમીર ભીખા કેસરિયા નામના 6 શખ્સોને રૂપિયા 27,610ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
જામનગર શહેરના રામેશ્ર્વરનગર, નવજીવન સોસાયટી વિસ્તારમાં શક્તિ પ્રેરણા એપાર્ટમેન્ટમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન મુકેશ કુંવરજી ગોરી અને પાંચ મહિલા સહિત કુલ 6 શખ્સોને રૂા. 16,660ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં વડલાના ઝાડ નીચેથી તીનપતીનો જુગાર રમતા આનંદ ખીમજી ડાંગર, દિવ્યેશ સવદાસ બારડ, સુરેશ જગા ડાંગર, કમલેશપરી લાલપરી ગોસ્વામી, મહેશ સોમા કરંગિયા નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,540ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતાં શબ્બીર કાસમ સાટી, કરીમ સમસુદીન જીનાણી, પ્રવીણપરી મનુપરી ગુસાઇ, સાગર અભેસિંહ ચૌહાણ, શોકત નજરઅલી જીનાણી, ધમેન્દ્ર વાઘજીભાઇ કછવા સહિતના 6 શખ્સોને મેઘપર પોલીસે રૂા. 11,160ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
જામનગર શહેરના બેડેશ્ર્વરમાં એકડે એક બાપુની દરગાહ વિસ્તારમાં જુગાર રમતાં દિનેશ સુરેશ ગૌડ, રોકી હીરાસિંહ રાજપૂત, ગિરીરાજ સુભાષ સોની, રમેશ રામલી ગૌડ, કુલદીપ લાયકસિંહ રાજપૂત, ઇરશાદખાન કાદિરઅલી પઠાણ નામના 6 શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 10,100ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
જામનગર તાલુકાના હાપાખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ વાલા બેરડિયા, પ્રશાંત કિશોર રણોલિયા અને બે મહિલા સહિત ચાર શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 4840ની રોકડ રકમ અને ગંજીપના સાથે જુગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી આદરી હતી.


