Thursday, September 23, 2021
Homeરાજ્યગુજરાતતો ગુજરાતમાં સર્જાશે પુરની સ્થિતિ, અંબાલાલ પટેલે કરી આગાહી

તો ગુજરાતમાં સર્જાશે પુરની સ્થિતિ, અંબાલાલ પટેલે કરી આગાહી

- Advertisement -

ગુજરાતમાં 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ છેલ્લા બે દિવસથી રાજ્યના તમામ જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ છે. સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓએ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે 10થી વધુ ડેમ ઓવરફલો થયા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષીણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પુરની સ્થિતિ સર્જાશે. તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

- Advertisement - Umiya Mobile - Khabar Gujarat

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 12 તારીખ સુધી અતિભારે વરસાદ થશે. ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં પુરની સ્થિતિ સર્જાશે. આહવા, ડાંગ, સુરત વગેરે ભાગોમાં 10ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે. તા.11-12 આસપાસ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા હોવાથી વરસાદ કૃષિ પાક માટે પણ સારો ગણાશે.

અંતે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ ઓવરફલો થયો છે અને નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular