જામનગરમાં શહેરના કાલાવડ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. વરસાદી વાતાવરણમાં ટ્રાન્સફોર્મરમાં વિકરાળ આગ લાગતા અફડા તફડીનો માહોલ બની ગયો હતો જેના કારણે સમગ્ર પાંચ હાટડી વિસ્તારમાં લાઈટ ગુલ થઇ ગઈ હતી. ફટાકડાની આતિશબાજીની જેમ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.
