Tuesday, November 12, 2024
Homeરાજ્યજામનગરછુટાછેડા બાદ સામાન ભરવાના મામલે સિકકામાં બે પરિવારો વચ્ચે બઘડાટી

છુટાછેડા બાદ સામાન ભરવાના મામલે સિકકામાં બે પરિવારો વચ્ચે બઘડાટી

ધોકા પાઇપ વડે હુમલો કરાયો : સામસામી ફરિયાદ નોંધાઇ: પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

સિકકાના મારૂતિનગર વિસ્તારમાં છુટાછેડા થયા બાદ ઘરવખરીનો સામાન ભરવાના મામલે બે પરિવારો વચ્ચે તકરાર થઇ હતી. અને એકબીજાને મારામારી કરી ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સિકકા ભગવતી મારૂતિ નગરમાં રહેતા કમલેશભાઇ રમેશભાઇ બુજડની ભાણેજ ઉવર્શીબેનના લગ્ન આરોપી સહદેવ હોરિયા સાથે થયા હતા. ત્યારબાદ બન્નેને મનમેળ ન થતાં છુઠાછેડા થયા હોય ફરી્યાદી તથા સાહેદો તા. 10ના રોજ મારૂતિ નગરમાં ફરીયાદીના ભાણેજનો ઘરવખરીનો સામાન ભરવા ગયા હતા. જયાં દિપુબેન સાથે જયોત્સનાબેને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ધોકાવડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ બાબતની જાણ ફરિયાદી કમલેશભાઇને થતાં ત્યાં જતાં અન્ય આરોપીઓ ધોકા, પાઇપ વડે ફરિયાદીને માથા, સાથળ સહિતના ભાગોમાં માર મારી ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કમલેશભાઇ બુજડ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં મારૂતિનગરમાં રહેતા પ્રવિણ હોરિયા, હાર્દિક પ્રવિણ હોરિયા, સહદેવ પ્રવિણ હોરિયા, જયોત્સનાબેન પ્રવિણ હોરિયા, અનસુયાબેન ગોવિંદ હોરિયા સહિતના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે ભગવતી સોસાયટી વિસ્તારમાં રહેતા હાર્દિક પ્રવિણભાઇ હોરિયાએ સિકકા પોલીસ સ્ટેશનમાં કમલેશ રમેશ બુજડ, મધુ રમેશ બુજડ, દિપમાલા ઉર્ફે દિપુબેન દિનેશ મથ્થર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમા જણાવ્યું છે કે, ફરિયાદીના નાનાભાઇ સહદેવના લગ્ન સિકકામાં રહેતા દિનેશભાઇની પુત્રી ઉવર્શી સાથે થયા હતા. બન્નો છુટાછેડા થયા હોય અને ઘરવખરીનો સામાન ભરવા આરોપીઓ આવ્યા હતા. એ દરમ્યાન દિપુબેને ફરિયાદીના માતા સાથે છુટાછેડાનો ખાર રાખી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી અને અન્ય આરોપી કમલેશે ઇંટ વડે ફરિયાદીને માથામાં ઇજા પહોંચાડી હતી તેમજ ધોકાવડે માર માર્યો હતો. તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ દ્વારા બન્ને પરિવારોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular