બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ બેંક્સ પ્રથમ તબક્કામાં 22 જેટલી કંપનીઓની મોટી નોન-પરકોર્મિંગ એસેટ્સ(એનપીએ)નું વેચાણ નેશનલ એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ)ને કરશે. આવી એનપીએમાં વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ, એમટેક ઓટો, રિલાયન્સ નેવલ, લવાસા કોર્પોરેશન, જેપી ઈન્ક્રાટેક અને કાસ્ટેક્સ ટેક્નઓોલોજિસ જેવી કંપનીઓની એનપીએનો સમાવેશ થાય છે. અગાઉ આ કંપનીઓને ડેટ રેઝોલ્યુશન માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્સી કોડ 2016 હેઠળ નેશનલ કંપની એનસીએલટી સમક્ષ લઈ જવામાં આવી હતી. જોકે એનસીએલટીમાં લાંબી કાયદાકીય લડાઈને કારણે આ એનપીએ એકાઉન્ટ્સના ઉકેલમાં લાંબા વિલંબને જોતાં લેન્ડર્સ તેમને એનએઆરસીએલમાં વેચાણ કરવાનું વિચારી રહ્યાં એનએઆરસીએલની રચના તાજેતરમાં વિવિધ બેંક્સ દ્વારા કરવામાં આવી છે. જેનો હેતુ સ્ટ્રેસ્ડ એસેટ્સને એક જગ્યાએ એકઠી કરી પાછળથી તેના ઉકેલનો છે. એનએઆરસીએલને પ્રથમ તબક્કાના વેચાણમાં બેંકો રૂ. 90 હજાર કરોડના ડેટાનું વેચાણ કરશે.
વર્તુળોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિડિયોકોન ઓઈલ વેન્ચર્સમાં તેની રૂ. 22,532 કરોડની બેડ લોન્સનું વેચાણ કરવાનું આયોજન કરી રહી છે. જ્યારે યુનિયન બેંક એમટેક ઓટોમાં તેના રૂ. 9 હજાર કરોડના એક્સપોઝરનું વેચાણ કરશે. આઈડીબીઆઇઈ બેંક રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગમાં રૂ. 8934 કરોડની બેડ લોન્સ વેચશે.
યુનિયન બેંક લવાસા કોર્પોરેશનના રૂ. 1400 કરોડના ડેટાને પણ એનએઆરસીએવને ટ્રાન્સકર કરશે. વર્તુળો જણાવે છે કે જ્યારે વિડિયોકોન ઓઈલ વેન્ચર્સના ડેટ રેઝોલ્યુશન વખતે બેંકર્સને સારી ઓફર્સ મળી નહોતી. આ ઉપરાંત વિડિયોકોન ઓઈલની પેરન્ટ કંપની વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ડેટા રેઝોલ્યુશનને કારણે પણ તેના પર પ્રતિકૂળ અસર ઊભી થઈ હતી.
રિલાયન્સ નેવલના કેસમાં મુંબઈ સ્થિત હેઝલ મર્કેન્ટાઈલ તરક્થી બેંક્સને રૂ. 2100 કરોડની ઓફર મળી હતી. જ્યારે નવીન જિંહદાલ ગ્રૂપ તરફ્થી રૂ. 400 કરોડની અન્ય ઓફર મળી હતી. લવાસાને લઇને બે ઓફર્સ મળી છે. જોકે બેન્કર્સ તેને લઈને હજુ કોઈ નિર્ણય લઇ શક્યાં નથી. આ બે ઓફર્સમાં એક પીર હોટેલ્સ તરફ્થી અને બીજી ડાર્વિન પ્લેટકેર્મ ઇન્ટ્વાસ્ટ્રક્ચર તરફ્થી મળી છે.
એનએઆરસીએલે ઓક્ટોબરમાં બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓક ઈન્ડિયા(આરબીઆઇઈ) તરફથી એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની તરીકે કામગીરી માટેનું લાઇસન્સ મેળવ્યું હતું. તે આગામી માર્ચ મહિનાથી કામગીરીની શરૂઆત કરે તેવી શક્યતા છે.