જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતો યુવાન દરેડ જીઆઈડીસી ફેસ-2 માં તેના કારખાને ઈલેકટ્રીક પાવરના બોર્ડમાં કામ કરવા જતાં વીજશોક લાગતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ પાર્ક શેરી નંબર 3 માં રહેતા મયુરભાઈ જમનભાઈ કોટડિયા (ઉ.વ.35) નામનો યુવાન બુધવારે સાંજના સમયે દરેડ જીઆઈડીસી ફેસ-2 માં પ્લોટ નંબર 714 (ડી) માં આવેલ ખોડલ પેકેજીંગ નામના તેના કારખાને હતો તે દરમિયાન ઇલેકટ્રીક પાવરના બોર્ડમાં કઈંક કામ કરવા જતાં સમયે એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યાબાદ બનાવની જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જ્યાં સ્થળ પર રહેલા યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતરાઇ હાર્દિકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.