Tuesday, August 16, 2022
HomeબિઝનેસStock Market Newsકોરોના વાઈરસના નવા વેરિએન્ટથી ભારતીય શેરબજારમાં સરેરાશ 1687 પોઈન્ટનો અસાધારણ કડાકો..!!!

કોરોના વાઈરસના નવા વેરિએન્ટથી ભારતીય શેરબજારમાં સરેરાશ 1687 પોઈન્ટનો અસાધારણ કડાકો..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૯૫.૦૯ સામે ૫૮૨૫૪.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૯૯૩.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૬૦.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૮૭.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૦૭.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૮૮.૯૫ સામે ૧૭૪૧૫.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૧૫.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૩૧.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના ખૂબ જ ખાતક એવા નવા વેરિએન્ટ જોવા મળતા ઉપરાંત વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારો – એશિયન માર્કેટની સાથે ભારતીય શેરબજારમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો મોટો વેપાર સતત હળવો કરતાં ભારતીય શેરબજારમાં સાત માસ પછીનો સૌથી મોટો અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. ગત સપ્તાહે કેન્દ્રમાં મોદી સરકારે છેલ્લા એક વર્ષથી કૃષિ કાયદા સામે ખેડૂતોના ચાલી રહેલા આંદોલનનો ઉકેલ નહીં આવતાં આખરે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાનું ચાલુ કરતાં તેની આર્થિક વિકાસ પર નેગેટીવ અસર પડવાના અંદાજોએ આજે બજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો.

- Advertisement -

નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉચકીને બજાર પર હાવી થતાં વેચવાલીના ભારે દબાણના પગલે ફંડોનું હેમરીંગ થવા સાથે લાંબા સમયથી ઓવર વેલ્યુએશન પર ચાલી રહેલા ભારતીય બજારોમાં ફંડો, મહારથીઓના હેમરીંગ સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, રીટેલ ઈન્વેસ્ટરોની શેરોમાં ગભરાટભરી મોટી વેચવાલી નીકળતાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૧૬૮૭ પોઈન્ટનો અને નિફ્ટી ફ્યુચરમાં ૫૫૭ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. રિયલ્ટી, મેટલ શેરોમાં ધબડકા સાથે ઓટો, બેઝિક મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોના ઓફલોડિંગે ભારતીય શેરબજાર કડડડભૂસ થઈ ગયું હતું. ફોરેન ફંડો-એફપીઆઈઝ, એફઆઈઆઈ દ્વારા ચાલુ સપ્તાહમાં જ અંદાજીત રૂ.૧૭,૦૦૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી સાથે એપ્રિલ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૯૩,૦૦૦ કરોડથી વધુ વેચવાલી કરવામાં આવતા ભારતીય શેરબજાર સાત માસ પછીનો સૌથી મોટો ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૬૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૪ અને વધનારની સંખ્યા ૧૦૬૫ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ઓવર વેલ્યુ હોવાના અને ઘણી કંપનીઓના શેરોના ભાવ તેમના ફંડામેન્ટલ – વેલ્યુએશનથી અત્યંત મોંઘા મળી રહ્યા હોવાના છેલ્લા કેટલાક દિવસોથી ચેતવણી આપી રહ્યા છે, ત્યારે ફોરેન ફંડો-એફપીઆઈઝ અને એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં અવિરત મોટી વેચવાલી ચાલુ રહી છે.એફઆઈઆઈ-એફપીઆઈઝ દ્વારા છેલ્લા ચાર ટ્રેડીંગ સેશનમાં જ શેરોમાં રૂ.૧૭,૦૦૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી કરી છે. આ સાથે ફોરેન ફંડો-એફપીઆઈ-એફઆઈઆઈની એપ્રિલ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં રૂ.૯૩,૦૦૦ કરોડથી વધુ વેચવાલી થઈ છે.

એફઆઈઆઈ-એફપીઆઈઝની નવેમ્બર ૨૦૨૧ મહિનામાં રૂ.૨૩,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના શેરોની જંગી વેચવાલી થઈ છે. એપ્રિલમાં રૂ.૧૨,૦૩૯ કરોડ, મેમાં રૂ.૬૦૧૫ કરોડ, જૂનમાં રૂ.૨૫.૮૯ કરોડ, જુલાઈમાં રૂ.૨૩,૧૯૩ કરોડ, ઓગસ્ટમાં રૂ.૨૫૬૮ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી અને સપ્ટેમ્બરમાં રૂ.૯૧૩ કરોડની ચોખ્ખી ખરીદી સિવાય ઓકટોબર ૨૦૨૧માં રૂ.૨૫૫૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી અને નવેમ્બર ૨૦૨૧માં અત્યાર સુધીમાં રૂ.૨૩૦૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, ફંડોની એપ્રિલ થી નવેમ્બર દરમિયાન અત્યાર સુધીમાં રૂ.૭૫૦૦૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. જેમાં નવેમ્બરમાં રૂ.૧૬૦૦૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ છે. આગામી દિવસોમાં ફોરેન ફંડો – એફપીઆઈઝ અને એફઆઈઆઈના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૨૬.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૯૭૦ પોઈન્ટ થી ૧૬૯૦૯ પોઈન્ટ ૧૬૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૨૬.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૦૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૬૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૯૭૦ પોઈન્ટ થી ૩૫૮૦૮ પોઈન્ટ, ૩૫૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૮૭૪ ) :- કમર્સિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૬૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કેમિકલ ( ૮૫૩ ) :- રૂ.૮૩૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૭૯ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૪ થી રૂ.૭૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્સ ( ૫૪૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૩૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહાનગર ગેસ ( ૯૨૭ ) :- રૂ.૯૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૦૯ થી રૂ.૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૬૪ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૪૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૦૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૩૫૩ ) :- રૂ. ૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૩૭ થી રૂ.૩૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular