Saturday, April 20, 2024
Homeરાજ્યકાલાવડ શહેરમાં બંધારણ દિવસ અંતર્ગત સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ

કાલાવડ શહેરમાં બંધારણ દિવસ અંતર્ગત સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ

- Advertisement -

ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા તા. 26 નવેમ્બર, 1949માં ભારતનું બંધારણ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરે “સંવિધાન દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર જીલ્લા ના કાલાવડ શહેરમાં બંધારણ દિવસ અંતર્ગત જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ’સંવિધાન ગૌરવ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યાત્રા નો પ્રારંભ રાધવજીભાઈ પટેલે ડો બાબાસાહેબ આબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી યાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો માંથી પસાર થઈ હતી શહેરના વિવિધ સમાજ ના લોકો દવારા ફુલહાર કરીને યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી ભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ખાસ હાજર રહ્યા હતા. કૃષિમંત્રી રાધવજી ભાઈ પટેલ નું અનુ.જાતિ ના આગેવાનો દવારા સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્યો મનહર ઝાલા, લાલજી સોલંકી, મેધજીભાઈ ચાવડા સહિત ના અનુ.જાતિ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular