જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનઅધિકૃત નળ કનકેશનોને રેગ્યુલરાઈઝ કરાવવા માટેની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે. તા.14/02/2022 સુધી આ કાર્યવાહી થઈ શકશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના જણાવ્યા અનુસાર, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતાં પ્રોપર્ટી /રહેણાંક ધારકો દ્વારા કોર્પોરેશનની હૈયાત પાઈપ લાઈનમાંથી પીવાના પાણી માટે અનઅધિકૃત નળ કનેકશન મેળવવામાં આવેલ છે તેવા કનેકશનો રેગ્યુલરાઈઝ કરવા મહાનગરપાલિકામાં સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકનો ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યકિત દ્વારા પાણીના અડધા ઈંચની પાઈપના ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર કનેકશન લીધેલ હોય તેવા એકમોને યોજના અન્વયે તા.31/12/2020 સુધીમાં આવા ગેરકાયદેસર પાણીના કનેકશનને રૂા.500 ની રકમ વસૂલ લઇ આવા કનેકશનો મહાનગરપાલિકા દ્વારા રેગ્યુલરાઈઝ / કાયદેસર કરી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની મુદ્ત ગુજરાત સરકાર દ્વારા તા.31/03/2021 સુધી લંબાવવામાં આવેલ હતી. જે અંગે તા.02/09/2021 થી તા.14/02/2022 સુધી મુદ્તમાં પૂન : વધારો કરવામાં આવ્યો છે.
આવા તમામ રહેણાંક ધારકોને તેઓ દ્વારા મેળવવામાં આવેલ અન અધિકૃત નળ કનેકશનો વોટર વર્કસ શાખામાં રૂબરૂ આવીને એક વર્ષ (2021-22) નો પાણી ચાર્જીસમાં રૂા.1150 તથા રાજ્ય સરકારના ઠરાવ મુજબ રૂા.500 મળીને રૂા.1650 ભરીને અનઅધિકૃત નળ કનેકશન રેગ્યુલરાઈઝ કરાવવા માટે જામનગર મહાનગર સેવા સદન, વોટર વર્કસ શાખાના ત્રીજા માળનો સંપર્ક કરી રેગ્યુરાઈઝ/કાયદેસર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.