Thursday, December 2, 2021
HomeબિઝનેસStock Market Newsઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૬૫.૫૯ સામે ૬૨૧૫૬.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૫૯૪.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૧.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯.૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૧૬.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૯૫.૪૦ સામે ૧૮૫૭૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૯૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૪૩૭.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના ૮૫ ડોલરની સપાટી કુદાવી જવા સાથેં વૈશ્વિક મોરચે એનર્જી કટોકટીની પરિસ્થિતિ અને ચાઈનાના જીડીપી વૃદ્વિના સપ્ટેમ્બરના આંકડા નબળા આવતા વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ છતાં ભારતીય શેરબજારમાં ફંડો, લોકલ ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં અવિરત વિક્રમી તેજી ચાલુ રાખતા સોમવારે પહેલી વખત બીએસઇ સેન્સેક્સે ૬૨૦૦૦ પોઈન્ટની સપાટી વટાવી હતી. આજે સવારે ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૨૨૪૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૫૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા સાથે આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના  સંકેત અને કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળ વચ્ચે ફંડો, મહારથીઓએ આજે શરૂઆતી તબક્કામાં ઐતિહાસિક તેજી કરી હતી, જો કે પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને  અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળે ઉછાળે નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક, કેપિટલ ગુડ્સ અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૪ અને વધનારની સંખ્યા ૯૭૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મોંઘવારી વધવાની આશંકા વચ્ચે વિશ્લેષ્કોએ દુનિયાભરના શેરબજારો પર તેની અસર અંગે ચેતવણી વ્યક્ત કરી છે. કોમોડિટી ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાથી આ મામલે ચિંતા વધી છે. ક્રૂડ ઓઇલ ચાલુ સપ્તાહે ૮૪ ડોલર પ્રતિ ડોલરને કુદાવી ગયુ જે ત્રણ વર્ષની સૌથી ઉંચી કિંમત છે, આમ એક વર્ષ દરમિયાન તેમાં ૯૬%નો ઉછાળો આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના શેરબજારોને વધારે ફાયદો થયો છે.

બીજી બાજુ ક્રૂડ ઓઇલ, કોલસા અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી ઉછાળાથી મોટાભાગના દેશોની ચિંતા વધી ગઇ છે. ઉર્જા સંકટથી ભારત પણ બચી શક્યુ નથી કારણ કે વીજ ઉત્પાદન માટે વ્યાપક પ્રમાણમાં આયાતી કોલસા પર નિર્ભર છે. દુનિયાભરના શેરબજારોમાં જોખમ વધી રહ્યુ છે, ખાસ કરીને અતિશય ઉંચુ મૂલ્ય ધરાવતા સ્ટોક્સમાં. મોંઘવારીમાં વૃદ્ધિ અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા નાણાંકીય નીતિ કડક થવાની ચિંતા વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી શરૂ થઇ શકે છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવી તેજી ચાલુ રહી તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે.

તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૪૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૧૮૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૪૦૪ પોઈન્ટ થી ૧૮૩૭૩ પોઈન્ટ ૧૮૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૬૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૦૦૪૪ પોઈન્ટના પ્રથમ અને ૪૦૧૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૪૭૪ પોઈન્ટ થી ૩૯૩૦૩ પોઈન્ટ, ૩૯૧૯૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૧૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૮૦૭ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૫૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે રૂ.૧૮૪૦ ઉપર તેજી તરફી ધ્યાન.
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૨૨૭ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
  • લુપિન લિમિટેડ ( ૯૩૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • ઓરબિંદો ફાર્મા ( ૭૧૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • એચડીએફસી બેન્ક ( ૧૬૮૪ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક તબક્કાવાર રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
  • ટાટા સ્ટીલ ( ૧૩૬૯ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
  • રામકો સિમેન્ટ ( ૯૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૪ થી રૂ.૯૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • સન ફાર્મા ( ૮૨૯ ) :- ૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular