Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીયહર્બલ રંગોથી હોળીનો ઉત્સવ માણતી માનુનીઓ

હર્બલ રંગોથી હોળીનો ઉત્સવ માણતી માનુનીઓ

- Advertisement -

પશ્ચિમ બંગાળનો નાદિયા જિલ્લો કૃષિ અને ધર્મ તેમજ સંસ્કૃતિની દ્રષ્ટિએ ખુબ જ જાણીતો છે. આ જિલ્લામાં દર વર્ષે રંગોનો ઉત્સવ હોળી-ધૂળેટી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને યુવતીઓ હર્બલ રંગોની મદદથી સમગ્ર દિવસ દરમ્યાન હોળી ખેલે છે.

- Advertisement -

નાદિયા જિલ્લામાં ઘણાં પ્રાચિન મંદિરો અને મસ્જિદો આવેલી છે. આ જિલ્લો ઐતિહાસિક છે. જિલ્લામાં રાજાશાહીના જમાનાનો કિલ્લો પણ છે. આ જિલ્લો પોતાના હેન્ડીક્રાફટ વર્કના કારણે પ્રવાસનધામ તરીકે વિકસેલો છે. આ ઉપરાંત ભગવાન ચૈતન્યની ભકિતયાત્રાઓને કારણે પણ નાદિયા જિલ્લો પ્રખ્યાત છે. સમગ્ર જિલ્લામાં સંસ્કૃત ભાષાનો સારો એવો પ્રભાવ છે. આ જિલ્લામાં આવેલું નબાદ્વીપ નામનું શહેર 1159થી 1206ની સાલ દરમ્યાન લક્ષ્મણસેન નામના રાજાના કાર્યકાળ દરમ્યાન સમગ્ર પશ્ચિમ બંગાળનું પાટનગર હતું. ગઇકાલે મંગળવારે નાદિયા જિલ્લાની યુવતિઓએ હર્બલ રંગોથી ઉંમગભેર ધૂળેટી ઉત્સવ મનાવ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular