Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયપારદર્શક ભરતી પ્રક્રિયાથી ભ્રષ્ટાચારનો અંત : મોદી

પારદર્શક ભરતી પ્રક્રિયાથી ભ્રષ્ટાચારનો અંત : મોદી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત 71,000 નવનિયુકત્ત કર્મચારીઓને નિમણુંક પત્રો એનાયત કર્યા છે. આ નિમણુંકો કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે.

- Advertisement -

આ તકે પ્રધાનમંત્રીએ યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે, નિમણુંક મેળવનાર તમામે સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે. પ્રધાનમંત્રીએ તેમના પરિવારને અભિનંદન અને શુભકામનાઓ પણ પાઠવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને ન્યાયી બનાવી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા ઓનલાઇન થઇ ગઇ છે. જેને કારણે ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજા વાદનો અંત આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular