જોડિયા તાલુકાના લખતર ગામથી માવના ગામ સુધીના ધોરીમાર્ગ પર જુદા જુદા સ્થળોએથી ઈમરજન્સી કોલ બોકસમાં ઈન્સ્ટોલ કરાયેલી રૂા.80,500 ની કિંમતની 23 બેટરીઓ અજાણ્ય તસ્કરો ચોરી કરી ગયા હતાં.

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના લખતર ગામથી માવના ગામ તરફ જતા ધોરીમાર્ગ નંબર-151 / એ પર અલગ અલગ ગામ પાસે આવેલા રોડ પર ઈમરજન્સી ટોલબોકસના લોક તોડી અજાણ્યા તસ્કરોએ બોકસમાં ઈન્સ્ટોલ કરાયેલી એક સાઈડ પાવર સેફ પ્લસ કંપનીની રૂા.80,500 ની કિંમતની 23 બેટરીઓ ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવ અંગેની તારાણા ટોલ પ્લાઝાના કર્મચારી રામનાારાયણ ઝાટ દ્વારા પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ કે ડી જાડેજા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.