Friday, January 24, 2025
Homeરાજ્યજામનગરસપ્તાહ દરમિયાન હાલારમાંથી 2.30 કરોડની વીજચોરી ઝડપાઇ

સપ્તાહ દરમિયાન હાલારમાંથી 2.30 કરોડની વીજચોરી ઝડપાઇ

જામનગર શહેર-જિલ્લા તથા કલ્યાણપુરમાંથી રૂા. 59.65 લાખની વીજચોરી ઝડપાઇ : ગઇકાલે શુક્રવારે સાધના કોલોની, પવનચકકી, લાખાબાવળ, પટેલકા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાંથી પીજીવીસીએલ દ્વારા હાથ ધરેલા વીજ ચેકિંગ દરમ્યાન વધુ રૂપિયા 59.65 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. સોમવારથી શરૂ કરાયેલી ચેકિંગ કામગીરી અવિરત ચાલુ રહેતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા સોમવારથી શહેર અને જિલ્લામાં ચેકિંગ કામગીરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારે પીજીવીસીએલની 36 ટીમો દ્વારા 9 એકસઆર્મીમેન અને 25 લોકલ પોલીસ સાથેના બંદોબસ્ત વચ્ચે જામનગર શહેરના સાધના કોલોની હર્ષદ મિલની ચાલી પવનચકકી જામનગર તાલુકાના લાખાબાવળ, સરમત, નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત કલ્યાણપુર તાલુકાના પટેલકા, ગઢકા, ડાંગરાવાડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમ્યાન કુલ 337 જોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 74 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમે 59.65 લાખના બિલો ફટકાર્યા હતા.

આ પૂર્વે બુધવારે ખંભાળિયા અને જોડિયા પંથકમાં 439 જોડાણો તપાસતાં 68મા ગેરરીતિ ઝડપાતા 52.15 લાખના બિલો ફટકાર્યા હતા અને મંગળવારે જામનગર તાલુકા અને કલ્યાણપુર તાલુકામાં 413 જોડાણો તપાસતાં 79માં ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં પીજીવીસીએલ દ્વારા 64.50 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા અને સોમવારે જામનગર શહેર અને લાલપુર તથા જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 451 જોડાણો તપાસતાં તે પૈકીના 92 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 57.62 લાખના બિલો ફટકાર્યા હતા. ગઇકાલે શુક્રવારે વધુ રૂા. 59.65 લાખની વીજચોરી સહિત છેલ્લા 4 થી પ દિવસમાં 2 કરોડ 30 લાખથી વધુની રકમની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.

- Advertisement -

 

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular