નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર માટે તા.12 ઓકટોબરથી ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ થયો હતો. જેમાં 11 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે બે સરકારી સભ્યોના નામની યાદી પણ જાહેર કરાઇ હતી. જેમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચાતા આઠ ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકો માટે તા.28 ઓકટોબરે ચૂંટણી યોજાવાની હતી. આ પૂર્વે આજરોજ તા.21 ઓકટોબરના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય પ્રવીણભાઇ જેઠવા, શેખ ઇરફાનભાઇ, તથા જોયેબ હુસેનભાઇએ ફોર્મ પરત ખેંચતા આઠ ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ત્રિવેદી યાત્રીબેન, સોઠા પ્રજ્ઞાબા, ગોહિલ આનંદ, સોનછાત્રા બિમલકુમાર, હાડા નિલેષભાઇ, કંસારા રમેશભાઇ, દેસાઇ દિનેશભાઇ તથા કકનાણી પરષોતમભાઇને બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે.