Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરમુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઇ - VIDEO

મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઇ – VIDEO

જિલ્લા જેલમાં કેદીઓએ પણ ઈદની ઉજવણી કરી

- Advertisement -

મુસ્લિમોના પવિત્ર પર્વ રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ છે. આજરોજ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને પરસ્પર ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -

છેલ્લાં 30 દિવસથી મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર પર્વ રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી હતી વડીલો – યુવાનો સાથે બાળકોએ પણ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી આજરોજ જામનગર શહેર સહિત જિલ્લાભરમાં  ઈદ – ઉલ – ફિત્રની ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની ઈદગાહ તથા શહેરની અલગ અલગ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરી પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે દુઆ કરી હતી ઈદની નમાઝ અદા કર્યા બાદ બાળકોથી લઇ વડીલોએ એક બીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી આ તકે જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર અલ્તાફ ખફી, આનંદ રાઠોડ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આ ઉપરાંત જામનગર જિલ્લા જેલમાં પણ મુસ્લિમ કેદી ભાઈઓ દ્વારા આજરોજ ઈદ-ઉલ-ફીત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ અદા કર્યા બાદ કેદી ભાઈઓએ એક બીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. જામનગર જિલ્લા જેલના અધિક્ષક મનુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસન દ્વારા આ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલ પ્રશાસનના આ કાર્યથી કેદી ભાઈઓમાં પણ હર્ષની લાગણી છવાઈ હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular