Saturday, October 16, 2021
Homeરાજ્યદ્વારકા ડેપ્યૂટી કલેકટર ત્રણ લાખની લાંચ લેતાં ઝડપાયા

દ્વારકા ડેપ્યૂટી કલેકટર ત્રણ લાખની લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -

- Advertisement -

દ્વારકા જિલ્લાના ડેપ્યૂટી કલેકટર નિહાર ભેટારીયાને પાક રક્ષણ માટે હથીયારનો પરવાનો આપવા 3 લાખની લાંચ લેતાં ગાંધીનગર એસીબીની ટીમે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગેની વિગત મુજબ દેવભુમી દ્વારકા જિલ્લાના ડેપ્યૂટી કલેકટર તરીકે ફરજ બજાવતાં નિહારભાઇ ભેટારીયાએ પાક રક્ષણનો પરવાનો આપવા માટે એક આસામી પાસેથી રૂા.3 લાખની લાંચની માંગણી કરી હતી. આ ઘટનામાં આસામી દ્વારા ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરતાં એસીબી દ્વારા આસામીની ફરિયાદને ધ્યાને લઇ આજે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન દ્વારકામાં ડેપ્યૂટી કલેકટર 3 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. એસીબીની ટીમ દ્વારા ડેપ્યૂટી કલેકટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતાં અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. તેમજ અધિકારીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી એસીબીની ટ્રેપમાં સપળાઇ જતાં સરકારી કચેરીમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular