Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ તરીકે ડો. તૌસિફખાન પઠાણની નિમણુંક

જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ તરીકે ડો. તૌસિફખાન પઠાણની નિમણુંક

કનૈયાલાલ મુનશી દ્વારા સ્થાપિત જામનગરની પ્રતિષ્ઠિત આંતર રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા ભવન્સ એચ.જે. દોશી કોલેજના એસોસીએટસ પ્રોફેસર ડો.તૌસિફખાન પઠાણની કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો.તૌસિફખાન પઠાણ છેલ્લા 15 વર્ષથી આ જ કોલેજમાં એસોસીએટસ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને હવે આ જ કોલેજમાં પ્રિન્સિપાલ બની યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

- Advertisement -

ડો. તૌસિફખાને જામનગરની વી.એમ.મહેતા કોલેજમાંથી સ્નાતક થયા બાદ રાજકોટની કુંડલીયા કોલેજમાંથી સ્પોર્ટ્સની બેચલર અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં માસ્ટર્સ ડીગ્રી હાંસિલ કર્યા બાદ તેઓએ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં થી પી.એચ.ડી પૂરું કરી ડોક્ટરેટની ડીગ્રી મેળવી હતી.

ડો. તૌસિફખાન છેલ્લા 15 વર્ષથી ભવન્સ એચ.જે.દોશી કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. શિક્ષક એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર સમાન હોય અને તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ હોય છે. તે ઉક્તિને સાચા અર્થમાં ડો.તૌસિફ ખાને સાકાર કર્યું છે તેમણે આ કોલેજમાં વિવિધ રમત ગમત ક્ષેત્રે તાલીમ આપી 40 જેટલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડયા છે તૌસિફખાન પોતે પણ એક સારા એથ્લેટીક્સ ના પ્લેયર છે અને તેમણે છ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમી આવ્યા છે અને ડો.તૌસિફખાન અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુંઝવણ તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે આમ તેમના શિક્ષણ પ્રત્યેનો લગાવ સખત મહેનતના કારણે ભવન્સ જામનગર કેન્દ્રના ચેરમેન હિમાશુભાઈ દોશી, વાઇસ ચેરમેન નિમિષભાઈ દોશી, સેક્રેટરી જ્યોતિન્દ્ર વછરાજાની, ટ્રસ્ટી મહેશભાઈ સારડા, રજનીકાંત પ્રાગડા અને જયભાઉ સહીતના ટ્રસ્ટીઓ દ્વારા કોલેજના પ્રિન્સીપાલની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular