Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની 181 ગ્રામ પંચાયતમાં 75.06 ટકા મતદાન

જામનગર જિલ્લાની 181 ગ્રામ પંચાયતમાં 75.06 ટકા મતદાન

છ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં 66.45 ટકા મતદાન : બુધવારે છ સ્થળોએ યોજાશે મત ગણતરી

જામનગર જિલ્લાની 181 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ગઇકાલે યોજાયેલ મતદાનમાં કુલ 426 મતદાન મથકો ખાતે મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 75.06 ટકા મતદાન થયું હતું. જ્યારે જામનગર જિલ્લાની 6 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 66.45 ટકા મતદાન નોંધાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ દ્વારા જળવાયો હતો અને શાંતિપૂર્ણ રીતે ચુંટણી પૂર્ણ થઇ હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કલેકટર કેતન ઠક્કરની દેખરેખ હેઠળ ગઇકાલે 174 ગ્રામ પંચાયતમાં સામાન્ય, વિભાજનને કારણે 6, મધ્યસત્રવાળી 1 અને પેટાચુંટણી ધરાવતી 6 મળીને કુલ 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરપંચો અને સભ્યો મળીને કુલ 407 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતાં. આ ચૂંટણીમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 181 ગ્રામ પંચાયતોમાં પુરુષોએ 96,761 અને મહિલાઓએ 84553 મળીને કુલ 1,81,354 મતદારોએ મતદાન કરતાં 69.61 ટકા અને 6 પેટા ચૂંટણીમાં 3496 પુરુષોએ અને 2741 મહિલાઓએ મળીને કુલ 6337 મતદારોએ મતદાન કરતાં 61.29 ટકા મતદાન નોંધાયું હતું.

મતદારોએ કુલ 325 સામાનય અને 101 સંવેદનશીલ મળીને કુલ 426 મતદાન મથકો ઉપર મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા 58 રુટ ઉપર 69 ઝોનલ-મદદનીશ ઝોનલ અધિકારીઓ અને 2244 કર્મચારીઓને ચુંટણી ફરજ સોંપવામાં આવી હતી. ગઇકાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ નિયત કરેલા મતગણતરી કેન્દ્રો ખાતેના સ્ટ્રોંગરુમોમાં મતપેટીઓ મૂકવામાં આવી હતી. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મત પેટીઓવાળા સ્ટ્રોંગરુમોને સિલ કરવાની વીડીયોગ્રામફી કરીને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

આગામી બુધવારે મત ગણતરી બાદ મતદારોએ સરપંચ તરીકે અને સભ્ય તરીકે કોને-કોને પસંદ કર્યા છે. તેનો ફેંસલો આવી જશે. ચૂંટણી ન્યાયપૂર્ણ અને શાંતિથી પુરી થાય તે માટે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ 4 ડીવાયએસપી, એએસપી કક્ષાના ચાર અધિકારીઓની દેખરેખ હેઠળ 20 પીઆઇ, 500 પોલીસ જવાનો, 400 હોમગાર્ડઝ અને જીઆરડી જવાનો તૈનાત રહેશે. હાલ 30 મોબાઇલ ટીમો કાર્યરત રહી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular