Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરVideo : જિલ્લાકક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો

Video : જિલ્લાકક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો

સમુહ રમતોમાં ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલ શાળા, મહાનગરપાલિકાની શ્રેષ્ઠ શાળા તેમજ જિલ્લાની શ્રેષ્ઠ 25 શાળાઓને રૂા. 10 લાખનો ચેક વિતરણ : જિલ્લાના છ શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનિત કરાયા

- Advertisement -

આગામી તા.29 સપ્ટેમ્બરથી તા.12 ઓકટોબર દરમિયાન ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રમત ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-2022 કાર્યક્રમ મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેલમહાકુંભમાં હોકી અને ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમક્રમે આવેલ ટીમ, ખેલમહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ 25 જેટલી શાળાઓને રૂ.10લાખના ચેક પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના 6 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે તે વાતનું પ્રત્યેક ગુજરાતીઓને ગૌરવ છે. આ કાર્યક્રમમાં 36 અલગ અલગ ગેમ્સમાં દેશની 2500થી વધુ કોલેજ 33હજારથી વધુ શાળાઓના 50 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. શાળાના વિધ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપવું જોઈએ કારણકે ખેલેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા. ગુજરાતના યુવાઓ રમતગમતની પ્રવૃતિઓમાં ભાગ લેતા થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણાં જેવા યુવા રાષ્ટ્રએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડવો જોઈએ તે વાત પર વારંવાર ભાર મૂક્યો છે અને આપણાં ઊભરતા ખેલાડીઓ માટે મહતમ તકો મેળવવાનો સઘન પ્રયાસ છે. ખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાના 23 હજારથી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે બદલ તમામને મેયરે અભિનંદન પાઠવી અન્ય યુવાઓને પણ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદનું ઉદાહરણ આપી પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઈન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ અને ફિઝીકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગેના શપથ લીધા હતા.

- Advertisement -

ગુજરાત 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે ત્યારે માત્ર 3મહિનાના સમયગાળામાં આ રમતોનું આયોજન સંભવ કર્યું છે. રાષ્ટ્રીય રમતો સમગ્ર ગુજરાત રાજ્યના 6 શહેરો જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે.

આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, પ્રાંત અધિકારી દર્શન શાહ, વ્યાયામ મંડળના પ્રમુખ મહેશભાઈ મુંગરા, ક્રિકેટ કોચ રીનાબા ઝાલા, બેડમિન્ટન કોચ અમિતભાઈ પંડયા, ટ્રેનરો સતીશ પારેખ, ધર્મેશભાઈ પરમાર, મયૂરભાઈ ગોહિલ, ધાર્મિકભાઈ, મુકેશભાઇ, ગીતાબેન, સુમિતાબેન, વિવિધ શાળા કોલેજોના આચાર્ય અને શિક્ષકગણ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular