Monday, April 20, 2026
Homeરાજ્યજામનગરકચરો ફેંકવા જેવી નજીવી બાબતે દિવ્યાંગ યુવતી ઉપર હુમલો

કચરો ફેંકવા જેવી નજીવી બાબતે દિવ્યાંગ યુવતી ઉપર હુમલો

નાગનાથના નાકે મહેશ્વરી ચોક વિસ્તારમાં મારામારી : લોખંડના પાઇપ વડે દિવ્યાંગ યુવતી ઉપર હુમલો કરાતા ઇજા : પોલીસ દ્વારા મહિલા સહિત ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના નાગનાથ નાકે મહેશ્વરી ચોક વિસ્તારમાં કચરો ફેંકવા જેવી નજીવી બાબતે ચાર મહિલા સહિત ચાર શખ્સોએ દિવ્યાંગ યુવતી અને દંપતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી પાઇપ વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના નાગનાથના નાકે મહેશ્વરી ચોક નંબર એકમાં રહેતાં અરૂણાબેન રાઠોડની પુત્રી ઘર બહાર કચરો નાખવા જતાં પારૂલબેન નામની મહિલાએ અરૂણાબેન સાથે બોલાચાલી કરી હતી. તે દરમ્યાન પ્રવીણભાઇ બહાર આવી જતાં તેણે અરૂણાબેનની પુત્રી સાથે ગાળાગાળી કરી હતી. જેથી અરૂણાબેનએ કહ્યું કે, “પુત્રી દિવ્યાંગ છે.” તેમ જણાવતાં પારૂલબેન, પ્રવીણભાઇ, બન્ટીભાઇ, કિરણભાઇ સહિતના ચાર શખ્સોએ ઉશ્કેરાઇને મહિલા અને તેની પુત્રી સાથે ગાળાગાળી કરતા હતાં. તે દરમ્યાન મહિલાના પતિ આલાભાઇ રાઠોડ આવીને સમજાવવા જતાં ત્રણ શખ્સો આલાભાઇ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરતાં હતા. ત્યારે યુવતી પિતાને બચાવવા વચ્ચે પડતાં હુમલાખોરોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવતી અને તેના પિતાને ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે યુવતીની માતા અરૂણાબેન દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular