Monday, April 20, 2026
Homeરાજ્યજામનગરમિત્રને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર બે ભાઇઓનો જીવલેણ હુમલો

મિત્રને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર બે ભાઇઓનો જીવલેણ હુમલો

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર સાથે થતી બોલાચાલીમાં વચ્ચે છોડાવવા પડેલા યુવક મિત્ર ઉપર બે ભાઇઓએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

હુમલાના આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના દરેડ ગામમાં મસિતિયા ગામની માધવ સોસાયટીમાં રહેતાં હિતેષ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.23) નામના યુવકનો મિત્ર યુવરાજસિંહ હેમતસિંહ દલજાડેજાના મિત્રને અનિસો સોમા ચાવડા નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે સાધના કોલોની વિસ્તારમાં આવેલા નવા આવાસ રોડ પર મળ્યા હતા. તે બાબતે યુવરાજસિંહ અને હિતેષ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં યુવરાજસિંહને છોડાવવા જતાં હિતેષ મકવાણા સાથે હિતેષ ઉર્ફે સાકીડો સોમા ચાવડા અને બિપિન સોમા ચાવડા નામના બે ભાઇઓએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હિતેષ મકવાણા ઉપર આડેઘડ ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હિતેષને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે બે ભાઇઓ વિરૂઘ્ધ જીવલેણ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular