Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતપ્રથમ કસોટીની પરીક્ષા નથી આપી ? તો નહી મળે પ્રમોશન

પ્રથમ કસોટીની પરીક્ષા નથી આપી ? તો નહી મળે પ્રમોશન

- Advertisement -

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્રારા ધો.1થી9 અને ધો.11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ધો.9 અને ધો.11ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. આ બન્ને ધોરણના વિદ્યાર્થીઓએ જો પ્રથમ કસોટીની પરીક્ષા નહી આપી હોય તો તેઓને પ્રમોશન મળશે નહી. માટે જે વિદ્યાર્થીઓએ પ્રથમ કસોટીની પરીક્ષા નથી આપી તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા બાદ જ તેમને પ્રમોશન આપવામાં આવશે.

- Advertisement -

તાજેતરમાં જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે પરિણામો તૈયાર કરવા અંગે બોર્ડ દ્રારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રોજ ધો.9 અને ધો.11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઇને એક સ્પષ્ટતા સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ધો.9 અને ધો.11ના  વિદ્યાર્થીઓએ જો પ્રમોશન લેવું હશે તો પ્રથમ કસોટી આપવી ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તેમની પ્રથમ કસોટીની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ જ પ્રમોશન આપવામાં આવશે. જે પરીક્ષા નહી આપે તેમના પરિણામમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવાના નથી.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા કરવામાં આવેલ સ્પષ્ટતાઓ મુજબ ધો.9 અને ધો.11માં જેઓએ 50ગુણની પ્રથમ કસોટીની પરીક્ષા ન આપી હોય તેમના પરિણામ અટકાવી સૌ પ્રથમ તેમની પરીક્ષા લેવામાં આવશે. અને ત્યારબાદ પરિણામ આપવામાં આવશે.

- Advertisement -

આ ઉપરાંત આંતરિક મુલ્યાંકનમાં પણ વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન લીધું હોય તેમજ એક પણ કસોટી પણ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓએ પણ પ્રથમ કસોટી આપવી પડશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.  ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય છતાં પણ માસ પ્રમોશન લેવા ન માંગતા હોય તેમના પરિણામમાં પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમ દર્શાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular