Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં બીજા ક્રમે

ધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં બીજા ક્રમે

શિક્ષણમંત્રીએ શાળા સંચાલકને પ્રોત્સાહક ઇનામ એનાયત કર્યું

- Advertisement -

રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે વર્ષ ૨૦૧૩-૧૪ થી શરૂ કરવામાં આવેલી ‘શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ’ યોજના અંતર્ગત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય બીજા ક્રમે આવતા શિક્ષણમંત્રી દ્રારા શાળાના સંચાલકને ઇનામ પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

જિલ્લા અને રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ ૨૦૧૩-૧૪થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભુજ ખાતે આવેલી માતૃછાયા કન્યા વિધાલયને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ. 3 લાખ અને તૃતીય ક્રમે વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિધાલયશાળાને રૂ. ૨ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લા કક્ષાએ કુલ ૬૨ શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular