Thursday, December 9, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં આપ દ્વારા પોલીસના પડતર પ્રશ્ને ધરણાં પ્રદર્શન

જામનગરમાં આપ દ્વારા પોલીસના પડતર પ્રશ્ને ધરણાં પ્રદર્શન

- Advertisement -

આજ રોજ ગુજરાત પોલીસના પ્રશ્ર્નો અને ગ્રેડ પે વધારા અંગેની માંગણી તેમજ બીજા પ્રશ્ર્નોને ધ્યાને લઇ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેમાં પોલીસને ટાર્ગેટ આપવાનું બંધ કરો પોલીસની બદલીમાં દખલગીરી રાજકીય બંધ કરો વગેરેના નારા સાથે આમ આદમી પાર્ટી દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધરણા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી દુર્ગેશભાઇ, જામનગર શહેર નેતા પ્રકાશભાઈ દોંગા, ઉપપ્રમુખ આશિષભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ ચણીયારા, મીડિયા કોઓર્ડીનેટર નિલેશભાઈ ખાખરીયા યુવા પ્રમુખ શહેર ઢોલભાઈ ઝાલા, યુવા પ્રમુખ જિલ્લા મયુરભાઈ ચાવડા, શહેર યુવા પ્રમુખ નીતીનભાઇ મુંગરા, ઈકબાલભાઈ,વોર્ડ પ્રમુખ અરવિંદભાઈ શુક્લા, શહેર મહિલા મંત્રી જેતુનબેન, જીગ્નેશભાઈ ખજુરીયા, યુવા શહેર મંત્રી ઇરફાનભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા, મેહુલભાઈ પટેલ, વોર્ડ નંબર 1ના પ્રમુખ સુલેમાનભાઈ અકબરી, વોર્ડ નંબર 15 પ્રમુખ વસંતભાઇ તેમજ કાર્યકર્તા મિત્રો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular