જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર નંદનવન સોસાયટી પાસે આવેલી જુની વોર્ડ ઓફિસનું બાંધકામ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

ઘણાં લાંબા સમયથી જર્જરીત અવસ્થામાં રહેલી આ વોર્ડ ઓફિસનું બાંધકામ જોખમી બની ગયું હોય, તેમજ નવી વિકાસ યોજનાના ભાગરુપે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા જેસીબીથી આજે સવારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. અહીં નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઇ ઉપયોગ માટે, આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે? તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે.