જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર રહેતાં અને નોકરી કરતા યુવાનને હાથ ઉછીના આપેલા 2.90 લાખની રકમ પેટે ખોટો ચેક આપી નાણાં પરત નહીં કરી યુવાન સાથે છેતરપિંડી કર્યાના બનાવમાં માતા અને પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

વિશ્વાસઘાતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર શિવમ પેટ્રોલ પંપ પાસે આવેલા ગુરૂકૃપા હાઈટસમાં રહેતાં જયરાજસિંહ બલભદ્રસિંહ ઝાલા નામના યુવાને પંચવટીમાં રહેતાં શૈલેન્દ્ર સુરેન્દ્રસિંહ નિરબાન નામના વેપારીને વર્ષ 2019 માં નાણાંની જરૂરિયાત હોય જેથી રૂા.2,90,000 હાથી ઉછીના આપ્યા હતાં. આ રકમ શૈલેન્દ્રએ તેની માતા નિશીબેન સુરેન્દ્રસિંહ નિરબાનની બેંકના ખાતાનો ખોટો ચેક આપ્યો હતો. આ છેતરપિંડી સંદર્ભે અદાલતમાં કરેલી ફરિયાદમાં ચૂકાદાના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદિયા તથા સ્ટાફે જયરાજસિંહના નિવેદનના આધારે માતા અને પુત્ર વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.