દેશના શેરબજાર રેગ્યુલેટર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅળ ફંડ એકાઉન્ટમાં નોમિની એડ કરવા માટે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો જો ત્યારબાદ પણ તમે એકાઉન્ટમાં નોમિની એડ નથી કર્યા તો તમારું ખાતું ફ્રીઝ એટલે કે બંધ કરી દેવામાં આવી શકે છે.માર્કેટ રેગ્યુલેરટ સેબીએ આ કડક પગલું રોકાણકારોના ભલા માટે જ વિચારીને ઉઠાવ્યું છે. આ પગલા પાછળનો આશય રોકાણકારોના એસેટ્સને સિક્યોર કરવાનો અને તેને એક કાયદાકીય ઉત્તરાધિકારીને સોંપવામાં મદદરુપ થવાનો છે. જે ડિમેટ એકાઉન્ટ્સ હોલ્ડર્સ પહેલાથી જ નોમિનેશન ડિટેઇલ્સ આપી ચૂક્યા છે. તેમના માટે આ વિગતો ફરી જમા કરાવવી જરુરી નથી. માતા, પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન, સંતાન અથવા અન્ય કોઈપણ વ્યક્તિને નોમિની તરીકે નોમિનેટ કરી શકાય છે. એક માઈનરને પણ નોમિની તરીકે જોઈ શકાય છે. આવા કિસ્સામાં માઈનર્સના માતા-પિતાની ડિટેઇલ્સ આપવાની રહેશે.