Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતદિલ્હીએ ગુજરાતને કુલ 3,196 વેન્ટિલેટર ફાળવ્યા છે

દિલ્હીએ ગુજરાતને કુલ 3,196 વેન્ટિલેટર ફાળવ્યા છે

કોરોના દર્દીઓનાં આંકડાઓનો મેળ પડયો નથી !

- Advertisement -

રાજ્યમાં કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ પણ મળતા ન હતાં. દિવાળી બાદ ખાસ કરીને દર્દીઓ વધી રહ્યાં હતાં ત્યારે દર્દીઓને અમદાવાદ બહારની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ ઉત્તર ગુજરાતના દર્દીઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં સરકારી ક્વોટામાં બેડ અનામત રાખીને દર્દીઓને સારવાર પુરી પાડી હતી. ત્યારે વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 24 જિલ્લામાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને 152 કરોડ રૂપિયાથી વધુ રકમનું ચુકવણું કર્યું છે.

- Advertisement -

અમદાવાદ સહિત રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારના ખર્ચનો આંક એક હજાર કરોડને આંબી જાય તેવી શક્યતા છે. વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી છેકે, જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં 4,802 બેડ અનામત રાખવામાં આવ્યા હતાં. આ જિલ્લા કક્ષાની ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે રૂા.54.12 કરોડ ચૂકવ્યા હતાં.

રાજ્ય સરકારે ગૃહમાં આપેલી માહિતી મુદ્દે વિપક્ષે એવા સવાલો ઉઠાવ્યાં છેકે, 31 ડિસેમ્બર,2020 સુધી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં 59,993 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જયારે સરકારે એવો જવાબ આપ્યો છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 53,728 દર્દીઓને સારવાર અપાઇ છે. હવે જો ખાનગી હોસ્પિટલમાં જ 59,993 દર્દીઓને સારવાર અપાઇ હોય તો પછી શહેરના કુલ દર્દીઓની સંખ્યા 53,728 કેવી રીતે થાય.

- Advertisement -

વિપક્ષે આક્ષેપ છે કે, સરકારે દર્દીઓના આંકડા છુપાવવા પ્રયાસ કર્યો છે. સરકારે એવો ય જવાબ આપ્યો છેકે, જિલ્લામાંથી અહેવાલ મંગાવાયો છે તે આધારે જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને આપેલી સારવાર અંગે રકમ ચૂકવાશે. આ જોતાં માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ કોરોનાના દર્દીઓને અપાયેલી સારવારનો ખર્ચ એક હજાર કરોડને આંબી જશે.

કોરોનાને કારણે ગુજરાતમાં 10 ડોક્ટરોના મૃત્યુ થયાનું વિધાનસભામાં જાહેર થયું છે. જો કે, તે પૈકી 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ માત્ર ચાર જ ડોક્ટરોના પરિવારજનોને રૂ.50 લાખની સહાય મળી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે કોંગ્રેસના વજેસિંહ પણદાને લેખિતમાં આપેલા જવાબ મુજબ બાકી રહેલા 6 ડોક્ટરો પૈકી ચાર ડોક્ટરોની સહાય માટેની દરખાસ્ત ભારત સરકારમાં ચકાસણી હેઠળ છે. જ્યારે બે ડોક્ટરોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ધારા-ધોરણ મુજબ કોરોનાની ડયુટીમાં કાર્યરત ન હોવાથી વીમા યોજનાનો લાભ આપી શકાયો નથી.

- Advertisement -

ભારત સરકારે ગુજરાતને વિનામૂલ્યે કુલ 3196 વેન્ટિલેટર ફાળવ્યા છે. જેમાંથી 15 નંગ મોબાઈલ વેન્ટિલેટર છે. સાંપ્રત સમયે ગુજરાતમાં કોરોના અને શ્વસન તંત્ર સાથે જોડાયેલા રોગોના દર્દીઓ માટે વેન્ટિલેટર પુરતા પ્રમાણમાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધમણ વેન્ટિલેટરનો વિવાદ જાગ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ વિધાનસભામાં કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં કહ્યું હતું કે કંપનીએ સરકારને મફતમાં વેન્ટિલેટર આપ્યાં હોય તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular