Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરીના કેસના આરોપીનું મૃત્યુ

ઘરફોડ ચોરીના કેસના આરોપીનું મૃત્યુ

- Advertisement -

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસના નાસતા ફરતા આરોપીને સીક્કા પોલીસ શોધતી હોય. જેમાં તપાસ દરમિયાન આરોપીનું મૃત્યુ થયું હોય. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલ આરોપી મહેશ કિશોર મકવાણાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સીક્કાના હેકો જીતેન્દ્રસિંહ જાડેજા,પો.કો. વિજયભાઈ કારેણા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા સીપીઆઈ વી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એસ. બાર, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, વિજયભાઈ કારેણા, તથા લાલજીભાઈ રાતડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા જામનગરના સીક્કા પાટીયા રહેતાં મહેશ કિશોર મકવાણા નામના આરોપીનો મૃત્યુ થયું હોવાનું જણાતા જરૂરી કાગળોની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular