જામનગર તાલુકાના કનસુમરા વાડી વિસ્તારમાંથી રીક્ષા લઇને જતાં પ્રૌઢને ચકકર આવતા ખાડામાં પડી જતા મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હાજીભાઈ સિદિકભાઈ સાંઘાણી (ઉ.વ.55) નામના પ્રૌઢને છેલ્લાં એક વર્ષથી મગજમાં બ્લડ પહોંચતું ન હતું. જેથી અવાર-નવાર માથાનો દુ:ખાવો થતો હોય. તેમજ ચકકર આવી જતાં હતાં. દરમિયાન પ્રૌઢ ગત શુક્રવારના બપોરના સમયે કનસુમરા વાડી વિસ્તારમાંથી તેની રીક્ષા લઇને જતાં હતાં તે દરમિયાન અચાનક જ ચકકર આવી જતાં ચાલુ રીક્ષામાંથી પાણીના ખાડામાં પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વસીમભાઇ દ્વારા કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પોહંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.