Sunday, July 13, 2025
Homeસમાચારરાષ્ટ્રીયક્રિકેટ રમતા રમતા ખેલાડીનું મૃત્યુ - VIDEO

ક્રિકેટ રમતા રમતા ખેલાડીનું મૃત્યુ – VIDEO

હાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં નાની ઉંમરના લોકો અચાનક જ ઢળી પડે છે અને અલવીદા કહીને આપણી વચ્ચેથી વિદાય લઇ લે છે ત્યારે પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી એક દર્દનાક અને આઘાતજનક ઘટના સામે આવી છે. રવિવારે સવારે ક્રિકેટ રમતી વખતે એક સ્થાનિક ખેલાડીનું મેદાનમાં મૃત્યુ થયું હતું.

- Advertisement -

પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. રવિવારે સવારે ક્રિકેટ રમતી વખતે એક સ્થાીનક ખેલાડીનું મેદાનમાં મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરજીતસિંહ તરકે થઈ છે. જે એક મેચ રમી રહ્યો હતો. આ ઘટના ફિરોઝપુરના ગુરૂ હરસહાઈમાં ડીએવી સ્કુલ ગ્રાઉન્ડ પરબની હતી. હરજીતસિંહ શાનદાર બેટીંગ કરી રહ્યા હતાં અને એક જ બોલ પર જોરદાર છગ્ગો ફટકાર્યો હતો પરંતુ પછી તરત જ તે અચાનક ઘુંટણીયે અને થોડીક સેક્ધડોમાં જમીન પર સુઈ ગયો હતો. સાથી ખેલાડીઓ કંઈ સમજી ન શકયા અને તરત જ ખેલાડી પાસે પહોંચ્યા. સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો. એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ પહોંચતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હરજીત સફેદ અને કાળા ટી-શર્ટમાં જોવા મળે છે તે શાનદાર સિકસર મારે છે અને પછી થાકેલા અસ્વસ્થતા અનુભવતા નીચે બેસી જાય છે. થોડીવારમાં તે ઢળી પડે છે. ખેલાડીઓ તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તે નિષ્ફળ જાય છે. અકાળે મૃત્યુથી તેમના પરિવારને નહીં પરંતુ, સમગ્ર વિસ્તારને અને સાથી ખેલાડીઓને આઘાત લાગે છે. આ ઘટના તંદુરસ્ત દેખાતા યુવાનોમાં છુપાયેલી સમસ્યાઓ તરફ ઈશારો કરે છે.

આજકાલ આપણે હાર્ટએટેકના ખુબ જ કિસ્સાઓ સાંભળવા મળે છે તેમાં પણ યુવાનોમાં નાની ઉંમરના લોકો હાર્ટ ફેઇલથી મૃત્યુ પામી રહ્યા છે તેવામાં મહત્વપૂર્ણ છે જીવનશૈલી તરફ ધ્યાન દેવું આદત, માનસિક તણાવ, કસરતનો અભાવ, ધુ્રમ્રપાન જેવી કુટેવો આ એટેકનું કારણ બની શકે છે. આપણી રોજીંદી આદતો આપણી જીવનશૈલી આ મુખ્ય સમસ્યાનું કારણ બની રહી છે. ડોકટર્સના મતે ધમનીઓમાં બ્લોકેજ હૃદયરોગનો હુમલો નોતરે છે. ત્યારે ઘણાં લોકોને ફુડ હેબિટસ સુધારવી જોઇએ તેવું કયાંકને કયાંક દેખાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular