Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાંથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

દ્વારકામાંથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

- Advertisement -

દ્વારકામાં રેતવા પાળો વિસ્તારમાં રહેતા અનિલ નાયાભા મકવાણા નામના 24 વર્ષના શખ્સ દ્વારા પંજાબ અને કલકત્તાની ટીમ ઉપર રમાતી 20-20 ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં લાઈવ નિહાળી અને તેના દ્વારા ચોક્કસ વેબસાઈટ પર પોતાના યુઝર નેમ અને આઈ.ડી. મારફતે જુગાર રમવામાં આવતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે ઉપરોક્ત શખ્સને મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતા મોબાઈલ સહિતના કુલ રૂપિયા 10,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ચોક્કસ નામથી ગૂગલ પે એકાઉન્ટ તેમજ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ પાસેથી આરોપી અનિલ મકવાણાએ આઈડી મેળવવી હોવાનું ખુલતા પોલીસે આ શખ્સને સામે પણ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular