Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરએલસીબીને જોઇ નાશી ગયેલા કાર ચાલકને માણેકપર નજીક દબોચ્યો

એલસીબીને જોઇ નાશી ગયેલા કાર ચાલકને માણેકપર નજીક દબોચ્યો

રાજસ્થાનથી જામનગર આવતો દારૂનો જથ્થો કબજે : 357 બોટલ દારૂ અને મોબાઇલ તથા રૂા. 9000ની રોકડ કબજે : જામનગરના દારૂ મંગાવનારા બે સહિતના ચાર શખ્સોના નામ ખુલ્યા : એલસીબી દ્વારા રૂા. 6.49 લાખનો મુદામાલ કબજે

- Advertisement -

જોડિયા પંથકમાં કારમાં ઇંગ્લીશ દારુનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે તારાણા ગામના ટોલનાકા નજીક વોચ દરમિયાન કારને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે કાર ભગાવી હતી. તેથી એલસીબીની ટીમે પીછો કરી ધ્રોલના માણેકપર ગામના પાટીયા નજીક આંતરી દારુના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે કારમાં દારુનો જથ્થો લઇને શખ્સ પસાર થવાની એલસીબીના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બલોચ, અરજણ કોડીયાતર, મયુદીન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જોડિયા તાલુકાના તારાણા ગામના ટોલનાકા નજીકથી સેલ્ટોસ કાર પસાર થતાં આંતરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કારચાલકે કારને યૂ-ટર્ન મારી દુધઇ તરફ ભાગવા લાગ્યો હતો. જેથી એલસીબીની ટીમે સેલ્ટોસ કારનો ફિલ્મી ઢબે પીછો કરી ધ્રોલ તાલુકાના માણેકપર ગામના પાટીયા નજીક કારને આંતરી લીધી હતી. ત્યારબાદ કારની તલાસી લેતાં કારમાંથી રૂા. 1,33,200ની કિંમતની 333 દારૂની બોટલ અને રૂા. 2400ની કિંમતની 24 નાની બોટલ તથા રૂા. 5000ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા. 9000ની રોકડ તેમજ રૂા. 5 લાખની કિંમતની ક્યિા સેલ્ટોસ કાર સહિત કુલ રૂા. 6,49,600નો મુદામાલ સાથે રાજસ્થાનના ભીમથલ ગામના પાબુરામ પ્રતાપસિંગ તેતરવાલ બિશ્નોઈ નામના શખ્સને દબોચી લીધો હતો અને દિનેશ બિશ્નોઈ નામનો શખ્સ નાશી ગયો હતો. એલસીબીએ પાબુરામની પૂછપરછ હાથ ધરતાં આ દારુનો જથ્થો બાડમેરના ધોરીમના ગામના ઉમેદસિંહ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો અને જામનગરના અજયસિંહ લઘધીરસિંહ પરમાર તથા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર નામના બે શખ્સોએ દારુનો જથ્થો મંગાવ્યો હોવાની કેફિયત આપતા એલસીબીએ રેઇડ દરમિયાન નાશી ગયેલા દિનેશ રામદયાળ જાણી બિશ્નોઈ (રે. સોમારડી, જિલ્લો બાડમેર-રાજસ્થાન) સહિતના પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular