Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરની લેબોરેટરીઓમાં કોરોનાની ટેસ્ટીંગ કીટ ખાલી, લોકો ત્રાહિમામ

જામનગરની લેબોરેટરીઓમાં કોરોનાની ટેસ્ટીંગ કીટ ખાલી, લોકો ત્રાહિમામ

- Advertisement -

જામનગર જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં લોકોને સારવાર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. શહેરની કોવીડ હોસ્પિટલમાં હાલ એક પણ બેડ ખાલી નથી. એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે હવે બેડતો ઠીક પણ જામનગરમાં કોરોનાની ટેસ્ટીંગ કીટ પણ ખાલી થઇ ગઈ છે. આજે રોજ શહેરની મોટા ભાગની પ્રાઈવેટ લેબોરેટરીઓમાં કોરોનાની ટેસ્ટીંગ કીટ ખાલી થઇ જતા લોકો ટેસ્ટ કરાવી શક્યા ન હતા.

- Advertisement -

સરકારી ખાનગી લેબોરેટરીમાં થતા RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. પરંતુ, ટેસ્ટના ભાવમાં ઘટાડાની સાથે જરુરી એ પણ છે કે, ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ કીટ પૂરી પાડવામાં આવે. જામનગરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પરિણામે લોકોએ ટેસ્ટ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેવામાં આજે લેબોરેટરીઓમાં RT-PCR તેમજ રેપિડ એન્ટીજન ટેસ્ટની કીટ ખાલી થઇ જતા લોકોની પડ્યા માથે પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકો બેડ, ઓક્સીજન, વેન્ટીલેટર, રેમડેસિવીર ઈન્જેક્શન, સ્મશાનોમાં પણ શબના અંતિમ સસ્કાર માટે વેઈટીંગ, કોરોનાના ટેસ્ટીંગ માટે લાઈનમાં ઉભા રહે છે. તેવામાં શહેરમાં ટેસ્ટીંગ કીટ ખાલી થઇ જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. RT-PCR ટેસ્ટની સંખ્યા વધતા લોકોને ત્રણ-ચાર દિવસે રીપોર્ટ મળી રહ્યા છે. આ દિવસોમાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ સ્થિતિ માત્ર જામનગરની જ નહી પરંતુ રાજ્યના અનેક શહેરોમાં જોવા મળે છે. અમદાવાદમાં તો રોજે બપોર થતાંની સાથે જ તમામ જગ્યાઓ પર ટેસ્ટીંગ કીટ ખાલી થઇ જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular