Saturday, April 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : ત્રીજી લહેર આવી ગઈ !

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : ત્રીજી લહેર આવી ગઈ !

24 કલાકમાં કેસ ડબલ થયા

- Advertisement -

ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં મોટો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 2265 કેસ સામે આવતા ફફડાટ મચી ગયો છે. સૌથી વધુ અમદાવાદમાં આજે 1314 કેસ નોંધાયા છે. સુરતમાં 424,વડોદરામાં 94 કેસ નોંધાયા છે. આજે નવસારી અને ભાવનગરમાં 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસમાં ગઈકાલ કરતાં મોટો ઉછાળો આવ્યો છે. ગઈકાલે રાજ્યમાં 1259 કેસ નોંધાયા હતા. આજે માત્ર અમદાવાદમાં જ 1314 કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગરમાં આજે 23, રાજકોટમાં 57, ભાવનગરમાં 18 કેસ નોંધાયા છે. તો ઓમીક્રોનના પણ આજે  નવા 2 કેસ નોંધાયા છે. દેશમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તો આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા છે. હાલ હોમ આઈસોલેટ થયા છે.

સતત વધતા સંક્રમણ વચ્ચે તમામ નાગરિકોએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી ભીડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular