Tuesday, March 19, 2024
Homeરાજ્યOmicron Update: જાણો “ઓમીક્રોન” નામ પાછળનું કારણ, લક્ષણો સહીતની તમામ વિગતો

Omicron Update: જાણો “ઓમીક્રોન” નામ પાછળનું કારણ, લક્ષણો સહીતની તમામ વિગતો

આજે જામનગરમાં એક કેસ નોંધાતા ભારતમાં કુલ 3 કેસ : છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં 4500 નાગરિકો વિદેશથી આવ્યા

- Advertisement -

ભારતમાં કોરોના પોઝીટીવ ઓમીક્રોનના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધીને 3 થઇ ગઈ છે. છેલ્લે કર્ણાટકમાં બે દર્દીઓ નોંધાયા હતા. ત્યારે બાદ ઝિમ્બાબ્વેથી જામનગર પરત ફરેલ 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ઓમીક્રોનની શંકા જણાતા ગાંધીનગર લેબમાં તેનો ઓમીક્રોન રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી થતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક બોલાવી અધિકારીઓને તમામ જરૂરી સૂચનાઓ આપી હતી. 1 થી 4 ડિસેમ્બર દરમિયન ગુજરાતમાં 4500 નાગરિકો વિદેશથી આવ્યા છે. જેમાં હાઈરિસ્ક વાળા દેશો માંથી આવેલા બે દર્દીઓ કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે.

- Advertisement -

ઘણા બધાને એ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે કોરોનાના આ વેરિયન્ટનું નામ ઓમીક્રોન શા માટે પડ્યું. 26 નવેમ્બરના દિવસે કોરોના વાઈરસના વેરિયન્ટ B.1.1.529 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ‘Variant of Concern’ જાહેર કરીને ‘Omicron’ નામ આપ્યું.

‘ઓમીક્રોન’ એ ગ્રીક આલ્ફાબેટનો પંદરમો અક્ષર છે. અલગ અલગ વેરિયન્ટના નામકરણમાં WHOએ અત્યાર સુધી ગ્રીક આલ્ફાબેટના બાર અક્ષરો તો વાપરી નાંખ્યા. જેમકે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ રીતે બારમા અક્ષર ‘મ્યુ’ સુધી. હવે તકલીફ ત્યાં થઈ કે તેરમો અક્ષર ‘Nu’ (ન્યુ) છે. એટલે નવા વેરિયન્ટને ‘Nu’ નામ આપે, તો એ ‘New’ સાથે કન્ફ્યુઝન થાય. એટલે એ ન લીધો. ચૌદમો અક્ષર Xi (ઝાઈ કે ઝી) છે. પણ વેરિયન્ટને એ નામે તો બિલકુલ ન બોલાવાય કારણકે એ તો ચીનમાં કેટલા બધા લોકોની અટક છે. એટલે આવા વાદ-વિવાદમાં પડવાને બદલે WHO તેરમો અને ચૌદમો અક્ષર ગળી ગયું અને પંદરમાં લેટર ઓમીક્રોન પરથી વેરિયન્ટને નામ આપી દીધું ‘Omicron’.

- Advertisement -

આ વેરિયન્ટની વેક્સીનેટેડ કે કોરોના થયો હોય તેવા  લોકો પર કેવી અસર થશે ? એ જાણવામાં હજુ વધારે સમય લાગશે. જ્યાં સુધી ડેટા ન આવે, ત્યાં સુધી આપણે કોવીડ ગાઈડલાઈન્સનું પાલન કરતા કરતા રાહ જોવાની છે.

ઓમીક્રોનના લક્ષણો વિષે જાણો

- Advertisement -

ઓમિક્રોન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યાર સુધીના તમામ પ્રકારોમાં સૌથી વધુ ચેપી છે.ઓમીક્રોન સંક્રમિત એક વ્યક્તિ અન્ય 20 વ્યક્તિઓને ચેપ ફેલાવી શકે છે. ઓમિક્રોન વિશે આખી દુનિયાને પ્રથમવાર જણાવનારા ડૉક્ટરના કહેવા પ્રમાણે, આ વેરિઅન્ટના દર્દીઓમાં કોવિડના લક્ષણો જેવા કે તાવ સહીતના સામાન્ય લક્ષણો ન હોતા.

સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. એન્જેલિક કોએત્ઝીના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના ત્રણ મુખ્ય લક્ષણો છે માથાનો દુખાવો, ભારે થાક અને શરીરમાં દુખાવો. ન તો તેમને ખૂબ તાવ આવી રહ્યો છે અને ન તો ભોજનનો સ્વાદ અને સુગંધ જતી રહી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular