Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરસોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ - VIDEO

સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ – VIDEO

સોશિયલ મીડિયા થકી લોકોને મતદાન કરવા જાગૃતિ અભિયાન ચલાવવા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ, પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરબી. કે.પંડયાએ આગામી તા. 7મેના રોજ સવારના 7 વાગ્યાથી 18 વર્ષ ઉપરના જામનગર જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે દિવ્યાંગો, સગર્ભાઓ, સિનિયર સીટીઝન માટે મતદાન મથકો પર અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ જિલ્લા ચૂંટણી અધિકારી અને પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ અંગે કઈ પ્રવૃતિઓ કરી શકાય તેમજ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિલક્ષી રિલ્સ અને વિડીયો શેર કરવા અંગે પણ ચર્ચા કરી હતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં નિકુંજ વસોયા, ઊર્મિલ ઝવેરી, પ્રિયંકા પટેલ, હેડ્રીક હેરી, લલીત જોશી, પરાગ વોરા, સતીશચંદ્ર વ્યાસ, માહી(આર.જે), નિકુંજ વાઘેલા, જ્હાન્વી પટેલ, શૈલી ગજ્જર, જગત રાવલ, સામતભાઈ બેલા, ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, પ્રાંત અધિકારી પી.બી. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીબારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, આસિસ્ટન્ટ કમિશનર બી. એન. જાની, સ્વીપ નોડેલ અધિકરી બી. એન.વિડજા, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular