એક ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વરરાજા ઢોલ સાથે જાન લઈને વરરાજા ક્ધયાના દરવાજે પહોંચ્યો હતો. વરઘોડાનું પણ ક્ધયા પક્ષના લોકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્નના મહેમાનોએ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. જયમાલા સમારોહ પછી ફેરાનો વારો આવ્યો અને વર સાથે ચોથો ફેરો લેતી વખતે ક્ધયાએ અચાનક લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બંને પક્ષના લોકોએ દુલ્હનને ઘણું સમજાવ્યું પણ તે ટસથી મસ થઈ નહીં. થાકેલા અને હારેલા, વરરાજા ક્ધયા વિના જાન લગ્ન મંડપથી પાછી ફેરવવામાં મજબૂર બન્યા હતા.
મળતી માહિતી મુજબ, ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા એક પરિવારે તેમની પુત્રીના લગ્ન રૂરા ગામમાં નક્કી કર્યા હતા. લગ્ન 23 એપ્રિલ મંગળવારના રોજ હતા. વરરાજા ઢોલ સાથે જાન લઈને વરરાજા ક્ધયાના દરવાજે પહોંચ્યો હતો. યુવતીના પરિવારે લગ્નમાં આવેલા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જયમાલા વિધિ કરવામાં આવી હતી જયાં વર-ક્ધયાએ એકબીજાને માળા પહેરાવી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. આ દરમિયાન ફેરા શરૂ થયા હતા. ત્રણ ફેરા પછી દુલ્હન અચાનક પરેશાન થઈ ગઈ, તેણે ગાંઠ ખોલી અને કહ્યું કે, તે હવે લગ્ન નહીં કરે.
દુલ્હનના મોઢેથી આ શબ્દો સાંભળીને બંને પક્ષો ચોંકી ઉઠ્યા હતા. બંને પક્ષોએ ક્ધયાને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે રાજી ન થઈ અને લગ્ન ન કરવા પર અડગ રહી હતી. કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી. દુલ્હને ત્યાં હાજર લોકોની સામે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે વરને પહેલેથી જ ફોન પર કહ્યું હતું કે જાન ન લાવો. બંને પક્ષો વચ્ચે સમાધાન માટે વાતચીત શરૂ થઈ અને નક્કી થયું કે તેઓ આપેલી ભેટ પરત કરશે.આ અંગે ચૌબેપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દ્ર કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મામલો ધ્યાને આવ્યા બાદ પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બંને પક્ષો લેખિત સમજૂતી પર પહોંચી ગયા છે.