Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરએમ.પી.શાહ મેડીકલ કેન્ટીન ખાલી કરાવા મુદ્દે કોર્ટમાં અદાલતી હુકમના અનાદરની અરજી

એમ.પી.શાહ મેડીકલ કેન્ટીન ખાલી કરાવા મુદ્દે કોર્ટમાં અદાલતી હુકમના અનાદરની અરજી

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડીકલ કેન્ટીનનો મામલી વર્ષ -ર૦૦૬ થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાં. ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર વી. કનખરા ને વિના કારણે ડે.ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્‌ડ ઓક્યુપાન્ટ્સ) એકટ, ૧૯૭૨ ના કાયદાનો દુરૂપયોગ કરી દિન-૧ માં કેન્ટીન ખાલી કરવાનો જોહુકમી ભર્યા, આપખુદી વલણ ધરાવતો મનસ્વી એવો હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ઘ્યાને લઈ ‘વીડીયો કોન્ફરન્સ’ થી સુનાવણી હાથ ધર્યા બાદ સ્ટે ઓર્ડર ના પગલે મામલો થંભી ગયો હતો. પરંતુ તા.૨૮/૦૪/૨૦૨૧ ના રોજની આખરી સુનાવણી થઈ જતા અદાલતે અપીલ ડીસ્મીસ્ડ કરી તત્કાલિન ડે.ક્લેકટરનો તા.૩૧/૦૮/૧૫ નો હુકમ કાયમ રાખ્યો હતો.

- Advertisement -

કેન્ટીન દિવસ-૩૦ માં ખાલી કરવા અંગેનો સ્પષ્ટ હુકમ ધી ગુજરાત પબ્લીક પ્રિમાઈસીસ એકટ, ૧૯૭૨ ની ક્લમ-પ અન્વયે કરવામાં આવેલ તેમ છતાં ડે. ક્લેકટર દ્વારા અપીલના કામે જાહેર થયેલ તા.૨૯/૦૪/૨૦૨૧ ના ચુકાદા બાદ દિવસ-૩૦ ની કાયદા મુજબ તેઓના પોતાના હુકમ અન્વયે રાહ જોયા વગર ચુકાદો આવ્યાના દિવસે જ પોલીસ સ્ટાફ તથા મામલતદાર કચેરી તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે મેડીકલ કોલેજ કેન્ટીન બપોરે ૧૨:૩૦ આસપાસ ચુકાદો જાહેર થયા પછીની ગણતરીની કલાકોમાં લગભગ ૩:૩૦ ક્લાક આસપાસ કોઈપણ પ્રકારની પૂર્વ લેખિત નોટીસ કે સૂચના વગર ગેરકાયદેસર રીતે સ્થાનિકે આવીને પોલીસ સ્ટાફ દ્વારા કેન્ટીનમાં રહેલ ચાલુ ધંધાનો માલ-સામાન, રાચરચીલું વિગેરે બહાર કઢાવવાની ફરજ પાડેલ અને તે રીતે ચાલુ અદાલતી કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અગાઉના કેસમાં અદાલતે ફરમાવેલ મનાઈહુકમ આજની તારીખે પણ ચાલુ હોય તે બાબતની જાણ હોવા છતાં કાયદાની પ્રક્રિયામાં ખલેલ પહોચાડવા સબબ અને પોતાની સતાથી બહાર જઈ સતાબહારનું કૃત્ય કરવા સબબ કેન્ટીન સંચાલકે જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી મારફત કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ એકટ, ૧૯૭૧ અન્વયે જરૂરી તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા કાયદાની વિસ્તૃત છણાવટ સાથે કલમ-૧૫(૨) હેઠળ નામદાર ગુજરાત હાઈકોર્ટ ને રેફરન્સ કરવા અંગે કન્ટેમ્પ્ટ પિટીશન ઈ-મેઈલ મારફત દાખલ કરેલ છે.

તદઉપરાંત સને-૨૦૦% થી ચાલતી અદાલતી કાર્યવાહીના કામે અદાલતે કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય વાદવાળી કેન્ટીનનો કબજો ખાલી કરાવવો નહીં તેવો સ્પષ્ટ આદેશ આજની તારીખે પણ વખતો-વખતના મનાઈહુકમની અરજી લંબાવવા બાબતે રજુ કરાયેલ જુદી જુદી અરજીઓ હેઠળ મનાઈહુકમ ચાલુ છે ત્યારે તે ચાલુ અદાલતી કાર્યવાહીમાં કેન્ટીન સંચાલકના એડવોકેટએ મજકુર અદાલતી કાર્યવાહી બોર્ડ પર લઈ ડીન મેડીકલ કોલેજ તથા સરકાર સામે મનાઈહુકમનો અનાદર કરીને કેન્ટીન ઝુંટવી લેવા સબબની કાર્યવાહી અંગે સિવીલ પ્રોસીજર કોડ , ઓર્ડર ૩૯ રૂલ-ર૨(એ) અન્વયે સખત કાર્યવાહી કરવા અંગેની અરજી રજુ કરી વાદવાળી કેન્ટીનનો કબજો કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય છોડાવેલ હોવાથી કાયદા મુજબ આજની તારીખે પણ કબજો વાદીનો એટલે કે કેન્ટીન સંચાલકનો ગણાય અને તેથી કાયદાનો દુરઉપયોગ કરીને ઝુંટવી લેવાયેલ કબજો સૌપ્રથમ કેન્ટીન સંચાલકને પરત આપી તેને ધંધો કરતા પ્રતિવાદીઓ અટકાવે નહીં તે સબબનો અરજન્ટ આદેશ કરવા અંગેની માંગણી અદાલત સમક્ષ ઈ-મેઈલથી ફાઈલીંગ કરીને કરવામાં આવેલ છે. બળજબરીથી મેળવાયેલા કેન્ટીનનો કબજો 24 કલાકમાં અથવા મોડામાં મોડો તા.3 મે ના સવારના 11 વાગ્યા સુધીમાં પરત કરવા કેન્ટીન સંચાલકે વકીલ મારફત પ્રાંત અધિકારી તથા મેડીકલ કોલેજ ડીનને નોટીસ પાઠવ્યા બાદ અદાલત સમક્ષ કાનૂની પ્રક્રિયા રજુ કરી હતી. આ કેસમાં ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસિએટ્રસ તથા જીતેશ એમ. મહેતા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular