Sunday, July 13, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસઉનાળામાં હળદરનું સેવન આપશે આટલા ફાયદા

ઉનાળામાં હળદરનું સેવન આપશે આટલા ફાયદા

શિયાળામાં આપણે હળદનું સેવન કરતાં હોઇએ છીએ. શિયાળામાં સૂકી અને લીલી હળદર પણ બજારમાં મળે છે. પરંતુ શું ઉનાળામાં પણ હળદર ખુબ ગુણકારી છે…? તો ચાલો જાણીએ.

- Advertisement -

આયુર્વેદમાં હળદરનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. તેને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની સાથે ઉનાળામાં પણ હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે. ઉનાળામાં પણ હળદનું સેવન ગરમી, ડીહાઇડ્રેશન અને ઋતુગત્ ફેરફારને અટકાવી શકે છે.

તો ચાલો ઉનાળાની ઋતુમાં હળદરના ફાયદા જાણીએ.

- Advertisement -

– બળતરા, ત્વચા પર ફોલ્લીઓ અને સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓનો સામનો કરતાં લોકો માટે ફાયદાકારક છે.

– રોગપ્રતિકારક કોષોની પ્રવૃત્તિ વધારીને ખતરનાક સુક્ષ્મ જીવાણુંઓ સામે લડીને શરીરની સંરક્ષણ ક્ષમતા વધારે છે.

- Advertisement -

– મૌસમી ઉધરસ, શરદી અને પાચન ચેપ સામે રક્ષણ આપે છે.
– ઉનાળામાં એસિડીટી, પેટનું ફુલવું અથવા ભૂખ ન લાગવી જેવી પાચન સમસ્યાઓ સામાન્ય છે. હળદર પીત્તના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જે પાચન અને પોષકતત્ત્વોના શોષણમાં મદદ કરે છે. છાશ કે દાળમાં થોડીમાત્રામાં હળદર ઉમેરવાથી પેટ શાંત થાય છે.

– વધુ પડતો પરસેવો અને ગરમીના સંપર્કમાં આવવાથી શરીરની ડિટોક્સ સિસ્ટમ પર ભાર પડી શકે છે. હળદર લીવરના કાર્યને ટેકો આપે છે. શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. તમે તમારા શરીરને શુઘ્ધ કરવા માટે, ઉર્જાવાન રાખવા માટે તાજગી આપનારા ડિટોક્સ પીણા તરીકે લીંબુ શરબત અથવા હર્બલ ચામાં હળદર ઉમેરી શકાય છે.

– ઉનાળાની ઋતુમાં ખીલ, ટેનિંગ અને ડલનેસ જેવી ત્વચાની સમસ્યાઓ વધુ સામાન્ય છે. હળદરમાં એન્ટીઓક્સિડેનટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે. સૂર્યથી થતાં નુકશાનને ઘટાડે છે. હળદર આંતરિક રીતે પીવામાં આવે કે ફેસપેક તરીકે લગાવવામાં આવે તો કુદરતી ચમક મેળવવામાં મદદ કરે છે.

(અસ્વિકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular