જામનગરની મહિલાને જામનગર જીલ્લાના અલીયા ગામના સાસરીયાઓ એ કરિયાવર બાબતે તથા દીકરી નો જન્મ થતા મેણા ટોણા મારી ત્રાસ અપાતા યુવતી એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર શહેરમાં શાંતિનગર -૭ માં રહેતી અલ્પાબેન (ઉ.વ. ૨૯) નામની મહિલાના જામનગર જીલ્લાના અલીયા ગામે રહેતાં વિશ્વરાજસિંહ નવલસિંહ સોઢા સાથે લગ્ન થયા હતા. તેણીના લગ્નના એક અઠવાડિયા બાદથી સાસરીયા પક્ષ ના પતિ વિશ્વરાજસિંહ નવલસિંહ સોઢા તથા સાસુ કૈલાશબા નવલસિંહ સોઢા એ અવારનવાર નાની નાની બાબતોમાં ઝગડા કરી અપશબ્દો બોલતા હતા. અને કરિયાવર બાબતે માવતર ના ઘરે થી પૈસા લાવવા તેમજ કરિયાવર બાબતે વારંવાર ગાળો બોલી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ દીકરીનો જન્મ થતા દીકરા બાબતે મેણા ટોણા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી whc એસ.બી.નીનામાએ તપાસ હાથ ધરી છે.